કોરોના મહામારી વચ્ચે જગતના તાત માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે.આવતીકાલથી ત્રણ દિવસ દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર.
8 જાન્યુઆરી ના રોજ ડાંગ,તાપી, નર્મદા અને દાહોદમાં સામાન્ય વરસાદ પડી શકે છે.9 જાન્યુઆરી ના રોજ છોટાઉદેપુર, નવસારી, ભરૂચ, દાહોદ અને 10 જાન્યુઆરી ના રોજ દાહોદ, ડાંગ, ભરૂચ, નર્મદા,તાપીમાં સામાન્ય વરસાદ પડી શકે છે અને ભારે વરસાદથી ખેડૂતોના રવિ પાકને નુકસાન થવાની ચિંતા છે.
માવઠા ની સાથે સાથે રાજ્યમાં ઠંડી વધવાની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 8,9અને 10 સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. 8 જાન્યુઆરી ના રોજ ડાંગ,તાપી અને નર્મદામાં સામાન્ય વરસાદ પડી શકે છે અને 9 જાન્યુઆરીએ છોટાઉદેપુર.
નવસારી, ભરૂચ અને દાહોદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 10 જાન્યુઆરીએ ડાંગ,દાહોદ,તાપી,ભરૂચ,નર્મદા માં પણ વરસાદ ની આગાહી છે.રાજ્યમાં આગામી ત્રણ દિવસ ઠંડી વધવાની શક્યતા છે અને ચાલુ વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન પડેલા
ભારે વરસાદના કારણે મગફળી, કપાસ અને તલનો પાક નિષ્ફળ ગયો હતો. ક્યારે હવે માવઠાથી શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ છે.ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી, આગાહી મુજબ આગામી ત્રણ દિવસ આ વિસ્તારોમાં પડશે વરસાદ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment