ડ્રાઇવિંગ લાઇસન્સ ને લઈને લોકો માટે આવ્યા મોટા રાહત સમાચાર, હવે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માત્ર…

307

ભારતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માટે પહેલા સરકારી વિભાગના ચક્કર લગાવવા પડતા હતા.રસ્તા પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય મોટર વાહન નિયમો 1989 માં સંશોધન બાદ ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવડાવવું હવે સરળ થઈ ગયું છે.

હવેથી ડ્રાઇવિંગ લાઇસન્સ માટે વધારે ડોક્યુમેન્ટ ની જરૂર નહિ પડે માત્ર આધાર કાર્ડ દ્વારા તમારા લાયસન્સ બનાવડાવી શકો છો અને તે પણ તમે ઓનલાઇન. આધાર કાર્ડના માધ્યમથી હવે તમે લાયસન્સ બનાવવું,લાઇસન્સ રિન્યુઅલ અને રજીસ્ટ્રેશન જેવી સુવિધા લઈ શકશો.

ગયા વર્ષે ઓક્ટોમ્બરમાં બનાવવામાં આવેલા નિયમ હેઠળ તમારે તમારી ગાડી ના પેપર જેવા કે ડ્રાઇવિંગ લાઇસન્સ, રજીસ્ટ્રેશન ડોક્યુમેન્ટ્સ, ફિટનેસ સટીફિકેટ, પરમીટ સાથે રાખવાની જરૂર નથી.હવે તમે ટ્રાફિક પોલીસને ડિજિટલ કોપી પણ બતાવી શકશો.

તમે તમારા વાહન સાથે જોડાયેલ આ ડોક્યુમેન્ટ સરકારી પોર્ટલ પર સુરક્ષિત રાખી શકો છો.તેને ડિજિટલ કોપી બતાવીને તમારું કામ પણ કઢાવી શકો છો અને નિયમ બાદ હવે ગાડી ના દસ્તાવેજ સાથે રાખવાની કોઈ જરૂર નથી.

ડ્રાઇવિંગ લાઇસન્સ અને ઇ-ચલણ સહિત વાહન ના ડોક્યુમેન્ટ મેન્ટન રાખી શકાશે.ડ્રાઇવિંગ લાઇસન્સ ને લઈને લોકો માટે આવ્યા મોટા રાહત સમાચાર, હવે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માત્ર.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!