ગુજરાત રાજ્યમાં હવે ચોમાસાની વિદાયનો સમય થઈ રહ્યો છે તેમ છતાં હજી પણ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 9 અને 11 ઓક્ટોબરના રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં લો પ્રેસર સક્રિય થતા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અંદાજે રાજ્યભરમાં સરેરાશ વરસાદ 135 ટકા જેટલો નોંધાયો છે. રાજ્યમાં અનેક ડેમ ઓવરફ્લો થયેલા જોવા મળ્યા છે.
ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ શિયાળા માટે 15 દિવસની રાહ જોવી પડશે તેવી આગાહી કરવામાં આવી છે.બંગાળની ખાડીમાં લો પ્રેસર સક્રિય થતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ફરી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે 9 અને 11 ઓક્ટોબરના રોજ વરસાદની આગાહી કરી છે. આપને જણાવી દઇએ.
હવામાન વિભાગના મત અનુસાર આ વખતે શિયાળામાં વધારે ઠંડી પડશે અને શિયાળુ લાંબુ ચાલવાની શક્યતાઓ છે. શિયાળા માટે હજુ પણ આગામી 15 દિવસ રાહ જોવી પડશે. હાલમાં રાજ્યમાં થોડા દિવસથી બેવડી ઋતુનો અનુભવ થશે.
સવારે સામાન્ય ઠંડી અને બપોરે ઉકળા રહેશે. પવનની દિશા બદલતા બેવડી ઋતુનો અનુભવ થશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment