વાતાવરણમાં અચાનક પલટો આવતા હવામાન વિભાગ દ્વારા આ રાજ્યોમાં કરાયો એલર્ટ જાહેર, જાણો વિગતે.

117

ઉત્તર ભારતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. દિલ્હી એનસીઆરમાં વરસાદ થયો હતો. ગુરુગ્રામ વીજળી પડતાં ચાર લોકોના મોત થયા હતા અને જમ્મુ-કાશ્મીરમાં ભારે બરફવર્ષા થઇ હતી અને ઉત્તર ભારતના ઘણા સ્થળોએ ઝરમર વરસાદ પડ્યો હતો.

દિલ્હી એનસીઆર સી સહિત ઉત્તર ભારતના ઘણા સ્થળોએ વરસાદ થયો હતો અને ગુરુ ગ્રામના સેક્ટર 82 માં આવેલા વાટિકા સીટી વિસ્તારમાં વીજળી પડી હતી અને તેમાં ચાર લોકોના મોત થયા હતા.

દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન વગેરેમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. હવામાન વિભાગ દ્વારા જણાવાયું કે હજુ પણ બે દિવસ ઉત્તર ભારતમાં હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે.

આ રાજ્યમાં ઘણા સ્થળોએ હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરાયો છે. બિહાર અને ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાની શક્યતાના પગલે ચેતવણી આપવામાં આવી છે. રાજસ્થાન અને હરિયાણામાં તોફાની પવનો ફુંકાયા હતા.

રાજસ્થાનના રણ પ્રદેશમાં વંટોળ ઉઠયો હતો અને પંજાબ, દિલ્હી, ચંડીગઢ, રાજસ્થાન,હરિયાણા, બિહાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડને હવામાન વિભાગ દ્વારા એલર્ટ જારી કર્યો છે.

આ રાજ્યોમાં પવન સાથે હળવાથી ભારે વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના સંખ્યાબંધ રાજ્યોમાં અચાનક હવામાન માં બદલાવ આવ્યો હતો અને તેની અસર હજુ પણ બે દિવસ સુધી રહે તેવી શક્યતા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!