હવામાન વિભાગે દેશભરમાં આગામી 15 દિવસ અલગ અલગ વિસ્તાર માં વરસાદ ની આગાહી કરી. હવામાન વિભાગની આગાહી મુજબ 9 જુલાઈ થી દક્ષિણ અને પૂર્વ મધ્ય ભારતમાં ભારે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે.
એટલે કે તેલંગાણા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, બિહાર, આસામ, ઓરિસ્સા, કર્ણાટક, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં વરસાદની સંભાવના છે. ઉપરાંત 10 જુલાઈએ ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં ચોમાસું ફરી સક્રિય થઈ શકે તેવી શક્યતાઓ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ હરિયાણા, પંજાબ, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, ઉત્તરાખંડ અને હિમાચલ માં હળવાશ પડતો વરસાદ થઇ શકે તેવી શક્યતાઓ છે.
ઉપરાંત બંગાળની ખાડી માં એક ચક્રવાતી પ્રેશર બન્યું છે. ઉપરાંત બંગાળની ખાડીમાં બનનાર પ્રેશર અને ચોમાસાના આગળ વધવાના કારણે 10 જુલાઈ બાદ ઉત્તર-પશ્ચિમ ભારતમાં મોટા પ્રમાણમાં વરસાદ થઇ શકે તેવી સંભાવના છે.
તેમજ જમ્મુ કાશ્મીર, લદાખ અને પંજાબમાં 11 અને 12 જુલાઈ વચ્ચે ભારે વરસાદની સંભાવના છે. ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં 9 જુલાઈ અને 14 જુલાઈ વચ્ચે ભારે વરસાદનું અનુમાન છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ૧૫થી ૨૦ જુલાઇ ની વચ્ચે દેશના મોટાભાગના ભાગોમાં દક્ષીણ પશ્ચિમ ચોમાસું સક્રિય રહેવાની સંભાવના છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment