દેશમાં કોરોનાની મહામારી વચ્ચે હવે દેશમાં નવા વાયરસ નું આગમન, આ રાજ્યમાં નોંધાયા આટલા કેસ…

Published on: 12:07 pm, Fri, 9 July 21

સમગ્ર દેશમાં કોરોના ની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ હતી પરંતુ છેલ્લા ઘણા સમયથી કરવાની બીજી લહેર ધીમેધીમે ઘટી રહી છે ત્યારે ફરી એક વાયરસ સામે આવ્યો છે. ઝીકા વાયરસનું દેશમાં આગમન થઇ ગયું છે. ગુરૂવારના રોજ કેરળમાં ઝીકા વાયરસના 13 કેસ જોવા મળ્યા છે.

ઉપરાંત તિરુવનંતપુરમ્ થી લીધેલા સેમ્પલને તપાસ માટે પૂર્ણ સ્થિતિ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજીમાં મોકલવામાં આવ્યો હતો. જે તપાસ દરમિયાન ઝીકા વાયરસ છે તેવી પુષ્ટિ થઇ હતી.

ઉપરાંત હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર ઝીકા વાયરસ એડીસ મચ્છર ના કરડવાથી ફેલાઈ રહ્યો છે. જે દિવસ દરમિયાન એક્ટિવ હોય છે.

આ વાઇરસ સૌપ્રથમ પહેલી વખત 1947 મા યુગાન્ડામાં જોવા મળ્યો હતો. ત્યારબાદ આ વાયરસ આફ્રિકા, એશિયા, અમેરિકા પેસેફિક આઈલેન્ડમાં ઝીકા વાયરસ જોવા મળ્યો હતો.

ઉપરાંત ઝીકા વાયરસના લક્ષણો મોટાભાગના લોકોમાં કોઈ વાસ્તવિક લક્ષણો જોવા મળ્યા નથી. ઝીકા વાઇરસનો ઇન્કયૂબેશન પીરીયડ 3 થી 14 દિવસનો હોય છે.

તેમજ કેટલાક લોકોમાં માથાનો દુખાવો, તાવ, માંસપેશીઓ અને સાંધામાં દુખાવોની ફરિયાદો જોવા મળી છે. ઉપરાંત ઝીકા વાયરસ ગુલિયન બેરી સિન્ડ્રોમનું કારણ બને છે. ઉપરાંત નવા જન્મેલા બાળકોને જનમતા જ ખામી નું કારણ બને છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દેશમાં કોરોનાની મહામારી વચ્ચે હવે દેશમાં નવા વાયરસ નું આગમન, આ રાજ્યમાં નોંધાયા આટલા કેસ…"

Leave a comment

Your email address will not be published.


*