સી.આર.પાટીલ પર મહેશ સવાણીએ લગાવ્યા ગંભીર આક્ષેપ, કહ્યું કે….

Published on: 3:09 pm, Fri, 9 July 21

આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં જ તમામ રાજકીય પક્ષો વચ્ચે ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણીમાં પોતાનો ગઢ જમાવા માટે આમ આદમી પાર્ટી લોકોને વચ્ચે જઈને લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવી રહ્યા છે. ઉપરાંત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા, મહેશ સવાણી, ઈશુદાન ગઢવી અને પ્રવિણ રામ ગામેગામ જઈને લોકોના પ્રશ્નોનો ઉકેલ આવી રહ્યા છે.

ઉપરાંત આમ આદમી પાર્ટીમાં દિવસેને દિવસે ઘણા લોકો પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. ઉપરાંત આમ આદમી પાર્ટીના અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચે ઘણા વિવાદ ચાલી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઘણા કાર્યકરો આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી રહ્યા છે.

મહેશ સવાણીએ કહ્યું કે કોરોનાની મહામારી દરમ્યાન ગામડા ની હાલત ખૂબ જ ખરાબ હતી ત્યારે તે લોકોની મદદ માટે સુરત થી 300 જેટલી ગાડીઓ ગામડે રવાના થઈ હતી.

ત્યારે લીલી ઝંડી બતાવવા અંગે મેં સી.આર.પાટીલ ને ફોન કર્યો હતો ત્યારે તેઓએ મને રાજકીય નેતા તરીકે મને ખરાબ રીતે જવાબ આપ્યો હતો. મહેશ સવાણી ના કહેવા મુજબ સીઆર પાટીલે મને કહ્યું હતું કે તમે આમ આદમી પાર્ટીના કોરોનાના સેન્ટરોમાં મદદરૂપ થઈ રહ્યા છો.

તમે આમ આદમી પાર્ટીની કામગીરીને મજબૂત કરવાના પ્રયત્નો તમે કરી રહ્યા છો. ઉપરાંત તેમને કહ્યું કે તમે કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીને ફંડ પણ આપ્યું હતું.

જેના કારણે તે વિસ્તારમાં હું લીલીઝંડી બતાવવા માટે આવ્યો નથી. મહેશ સવાણીએ કહ્યું કે મેં આમ આદમી પાર્ટીને કોઈપણ પ્રકારનું ફંડ આપ્યું નથી.

છતાં પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સી.આર.પાટીલ દ્વારા મારા પર ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. તેઓ કોઈ પણ પુરાવા વગર ખોટા આરોપો નાખે છે. આ ઉપરાંત મહેશ સવાણી કહ્યું કે સી આર પાટીલે મને ક્યારેય તેઓનો માન્યો જ નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!