ગુજરાત રાજ્યમાં હાલ શિયાળો શરૂ થઇ ગયો છે અને વહેલી સવારે ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ પણ લોકોને થઈ રહ્યો છે.રાજ્યમાં લઘુત્તમ તાપમાનનો પારો ધીમે ધીમે નીચે ઊતરી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી 15 દિવસમાં ગુજરાતમાં ઠંડી વધશે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 4 ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં લઘુતમ તાપમાન ઘટીને 12 ડિગ્રી ની આસપાસ પહોંચી જશે.
અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી એટલે કે 18 નવેમ્બર થી લઈને જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં કાતિલ ઠંડી પડવાની શક્યતા છે.ગુજરાત રાજ્યમાં ઠંડી વધતા ગ્રામીણ વિસ્તારોમાં તાપમાન ઘટતું જાય છે પણ શહેરોમાં પણ તેની અસર દેખાઈ રહી છે.
ઠંડીના કારણે શહેરીજનો ઘરમાં પુરાઈ રહેવાનું પસંદ કરી રહ્યા છે અને પેટલાદ સ્વાસ્થ્ય પ્રેમીઓ વહેલી સવારે મોર્નિંગ વોક કરી તંદુરસ્ત રહેવા નીકળી જાય છે.
દિવાળીના દિવસોમાં ઠંડીની શરૂઆત થતા છેલ્લા એક અઠવાડિયાથી અનુભવાતી ઠંડી પકડ જમાવી લીધો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment