પ્રેમિકાએ પોતાના પતિ સાથે મળીને પ્રેમીના શરીરના 6 ટુકડા કરી નાખ્યા, ત્યારબાદ શરીરના ટુકડાઓ સાથે કંઈક એવું કર્યું કે…હિમ્મતવાળા લોકો જ આગળ વાંચજો…

Published on: 6:34 pm, Sun, 20 November 22

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ વધી રહી છે. જ્યારે આજે આપણે કાળજુ કંપાવી દેનારી ઘટના વિશે વાત કરવાના છીએ. મિત્રો થોડા દિવસ પહેલા એક 30 વર્ષના યુવકના પગ અને હાથ એક કોથળામાંથી મળી આવ્યા હતા. આ ઘટના બનતા ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ત્યારે યુવકનું માથું અને ધડ ગાયબ હતું.

સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. ત્યારે આ ઘટનાને લઈને એક ખૂબ જ મોટો ખુલાસો થયો છે. મળતી માહિતી અનુસાર પ્રેમિકાએ પોતાના પતિ સાથે મળીને પ્રેમીનો જીવ લઈ લીધો હતો. પ્રેમિકાએ અને તેના પ્રેમીએ મળીને પ્રેમીના શરીરના 6 ટુકડા કરી નાખ્યા હતા. ત્યારબાદ 6 ટુકડા એક કોથળામાં ભરીને ફેંકી દેવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર યુવકનું માથું 50 કિલોમીટર દૂર ફેકવામાં આવ્યું હતું. પોલીસને ગુરૂવારના રોજ એક બોરી માંથી ધડ મળી આવ્યું હતું. મૃત્યુ પામેલા યુવકનું નામ નરેશ ચૌધરી છે અને તેની ઉંમર 30 વર્ષની હતી અને આ ઘટના નાલંદામાં બની હતી. રવિવારના રોજ એટલે કે આજરોજ પોલીસને વિકાસ ચૌધરીનું માથું મળી આવ્યું હતું.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે રજની કુમાર નામના વ્યક્તિ અને તેની પત્ની જ્યોતિ કુમારીને કસ્ટડીમાં લીધી છે. પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે, વિકાસનો જીવ લઇ લીધો અને ત્યારબાદ તેના શરીરના છ ટુકડા કરીને અલગ અલગ જગ્યા ઉપર કોથળામાં ફેંકી દીધા હતા. મળતી માહિતી અનુસાર રજનીકુમાર અને જ્યોતિ કુમારીને બે બાળકો છે.

જ્યારે મૃત્યુ પામેલા વિકાસને પણ એક બાળક હતો. બુધવારથી અચાનક જ વિકાસ ઘરેથી ગુમ થઈ ગયો હતો. પરિવારજનો હોય આ ઘટનાને લઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. જ્યારે ગુરૂવારના રોજ સાંજના સમયે પોલીસને એક બંધ કોથળામાંથી બે હાથ અને બે પગ મળી આવ્યા હતા. વિકાસના હાથ પર બાંધેલા બેસલેટ અને કાંડા પર દાઝી ગયેલા ભાગના નિશાન પરથી પરિવારજનોએ વિકાસની ઓળખ કરી હતી.

મળતી માહિતી અનુસાર પ્રેમ પ્રકરણમાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. પ્રેમિકાએ પોતાના પતિ સાથે મળીને વિકાસનો જીવ લઈ લીધો હતો. હજુ પણ આ ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે. મળતી માહિતી અનુસાર વિકાસ ચૌધરી 10 વર્ષ પહેલાં જ્યોતિના મામાના ઘરે ભાડે રહીને પરીક્ષાની તૈયારી કરતો હતો.

ત્યારથી બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. ત્યારબાદ બંનેના અલગ અલગ જગ્યા ઉપર લગ્ન કરી દેવામાં આવ્યા હતા. છતાં પણ બંનેનું પ્રેમ પ્રકરણ ચાલુ હતું. બુધવારના રોજ વિકાસ ચૌધરી જ્યારે પોતાની ગર્લફ્રેન્ડ જ્યોતિ ને મળવા ગયો. ત્યારે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જ્યોતિએ પોતાના પતિ સાથે મળીને વિકાસનો જીવ લીધો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પ્રેમિકાએ પોતાના પતિ સાથે મળીને પ્રેમીના શરીરના 6 ટુકડા કરી નાખ્યા, ત્યારબાદ શરીરના ટુકડાઓ સાથે કંઈક એવું કર્યું કે…હિમ્મતવાળા લોકો જ આગળ વાંચજો…"

Leave a comment

Your email address will not be published.


*