આપણે ઘણા એવા લોકોને જોયા હશે જેવો રાજાશાહી જીવન જીવતા હોય છે. આપણે બધા જાણીએ જ છીએ કે ભાવનગર શહેરને પહેલેથી જ રાજાઓ અને મહારાજાઓનું શહેર માનવામાં આવે છે. ત્યારે ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજીના વંશજ જેઓએ આજે પણ રાજકીય ક્ષત્રિય સંસ્કૃતિ જાળવી રાખી છે. તેમના વિશે વાત કરવાના છીએ.
આજે આપણે ગુજરાતમાં આવેલા ભાવનગર શહેરના યુવરાજ વિશે વાત કરવાના છીએ. હાલમાં તો ભાવનગરના યુવરાજ ખૂબ જ સામાન્ય જીવન જીવી રહ્યા છે અને આપણને સૌને જાણીને આશ્ચર્ય થશે કે કૃષ્ણકુમારસિંહજી પોતાના ઉદાર સ્વભાવથી સમગ્ર ભાવનગરમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ જાણીતા બન્યા છે. ત્યારે ભાવનગરના યુવરાજ પણ પોતાના સ્વભાવના કારણે ખૂબ જ જાણીતા બન્યા છે.
યુવરાજ જયવીરરાજસિંહને ભાવનગરના યુવરાજ તરીકે ઓળખવામાં આવે છે. યુવરાજ હાલમાં તો ઘણી બધી સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે અને કાયમી માટે લોકોની મદદ માટે યુવરાજ હંમેશા આગળ હોય છે. જ્યારે પણ ભાવનગરમાં રહેતા કોઈપણ લોકોને તકલીફ પડે ત્યારે યુવરાજ જરાક પણ વિચાર્યા વગર તેમની મદદ કરવા માટે પહોંચી જાય છે.
યુવરાજની વાત કરીએ તો તેમનો જન્મ 27 ઓક્ટોબર 1990 ના રોજ થયો હતો. યુવરાજે હોટલ મેનેજમેન્ટ સાથે સ્વીઝરલેન્ડમાંથી માસ્ટર ડિગ્રી લીધી છે. યુવરાજ પોતે એક ફિટનેસ કન્સલ્ટન્ટ છે. ભાવનગરના યુવરાજ ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડીંગ એસોસિએશનના પ્રમુખ પણ છે. તેમને બોડી બિલ્ડિંગ અને દેશી અખાડાની પરંપરા પણ જાળવી રાખી છે.
આ ઉપરાંત યુવરાજ બોલીવુડના ઘણા બધા અભિનેતાઓ સાથે પણ જોડાયેલા છે. જ્યારે ભાવનગરમાં કોઈ બહારનું વ્યક્તિ અથવા તો મહેમાન આવે ત્યારે યુવરાજ તેમને ભાવનગરની સંસ્કૃતિથી પરિચિત કરાવે છે. યુવરાજની પર્સનાલિટીની સામે મોટા મોટા હીરોની પર્સનાલિટીની પણ ફિકી પડી જાય છે. યુવરાજ જયવીરરાજસિંહના લગ્નજીવન વિશે વાત કરીએ તો, તેમના લગ્ન ગુજરાતના સંતરામપુરાની રાજકુમારી કૃતિરંજની દેવી સાથે થયા છે.
કૃતિરંજની દેવી પૂર્વ મહારાજા પરંજ્યાદિત્ય પરમાર અને મહારાણી મંદાકિની કુમારીના દીકરી છે. યુવરાજને એક દીકરી પણ છે. યુવરાજ જીન્સ પેન્ટ પણ પહેરે છે આ ઉપરાંત તેઓ પોતાનો રજવાડી પોશાક પણ પહેરે છે. યુવરાજને બોડી બિલ્ડિંગ અને ટ્રાવેલિંગનો ખુબ જ શોખ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment