જન્મદિવસનો સામાન લઈને ઘરે આવી રહેલા પરિવારના એકના એક દીકરા સાથે રસ્તામાં બની હોય એવું કે… ભલભલા લોકોનું કાળજુ હચમચી ગયું..!

Published on: 1:13 pm, Sun, 9 October 22

હાલમાં બનેલો એક દર્દનાક અકસ્માત સામે આવ્યો છે. આ ઘટનામાં જન્મદિવસના બે દિવસ પહેલા જ એક યુવકનું મૃત્યુ થયું છે. આ ઘટના મધ્યપ્રદેશના ભીંડમાં બની હતી. અહીં વિંડવા ગામનો એક 17 વર્ષનો યુવક સાયકલ લઈને જન્મદિવસની વસ્તુ લેવા માટે ઘરેથી નીકળ્યો હતો. ત્યારે રસ્તામાં એક ઝડપી કારે યુવકની સાઇકલને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો આ કારણસર તેનું કારણ મૃત્યુ નીપજ્યું હતું. યુવકના મૃત્યુના સમાચાર તેના પરિવારજનો અને ગામના લોકોને મળતા ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

મૃત્યુ પામેલા યુવકનું નામ ઉદય દુબે હતું અને તેની ઉંમર 17 વર્ષની હતી. તે સાયકલ લઈને પોતાના જન્મદિવસનો સામાન લેવા માટે બજારમાં આવ્યો હતો. સામાન લઈને તે ઘર તરફ જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં એક બોલેરો કાર યુવકની સાઇકલને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે ઉછળીને યુવક બોલેરો કારના બોનેટ પર પડ્યો હતો.

આ ઘટનામાં ઉદયના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેથી તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ અને આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. પોલીસે સમગ્ર ઘટનાને લઈને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર ઘટના બન્યા બાદ લગભગ આઠ કિલોમીટર સુધી પોલીસે આરોપી બોલેરો પીછો કર્યો હતો. ત્યારે રસ્તામાં એક ખેતરમાં બોલેરો બેકાબુ બની ગયો હતો. ત્યારબાદ બોલેરો ચાલક ત્યાં જ પોતાની કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે બોલેરો જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા ઉદયના માતા પિતાએ જણાવ્યું કે તે તેમનો એકનો એક દીકરો હતો. એકના એક દીકરાના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે. 10 ઓક્ટોબરના રોજ ઉદયનો જન્મદિવસ હતો અને 8 ઓક્ટોબરના રોજ ઉદયનું મૃત્યુ થયું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જન્મદિવસનો સામાન લઈને ઘરે આવી રહેલા પરિવારના એકના એક દીકરા સાથે રસ્તામાં બની હોય એવું કે… ભલભલા લોકોનું કાળજુ હચમચી ગયું..!"

Leave a comment

Your email address will not be published.


*