માતા-પિતાના એકના એક 21 વર્ષના દીકરાનું જીવ લઈ લેવામાં આવ્યો, જાણો શું છે સમગ્ર ઘટના…

Published on: 11:17 am, Sat, 21 May 22

આજકાલ જીવ લેવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં 21 વર્ષના યુવકનો ધારદાર વસ્તુઓ વડે જીવ લઈ લેવામાં આવ્યો છે. અહીં ગામમાં થયેલી માથાકૂટ બાદ માતા-પિતાના એકના એક દીકરાનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. આ ઘટના હરિયાણા સોનીપત જિલ્લાના બરવાસની ગામમાં બની હતી.

આ ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ પંકજ હતું અને તેની ઉંમર 21 વર્ષની હતી. આ ઘટના ગુરૂવારના રોજ સાંજના સમયે બની હતી. મળતી માહિતી અનુસાર આ આરોપ છે કે, ગામમાં એક દિવસ અગાઉ થયેલી માથાકૂટની અદાવતમાં પંકજનો જીવ લઈ લેવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા પંકજની પિતાની ફરીયાદના આધારે પોલીસે ગામના બે યુવકો વિરુદ્ધ જીવી લેવાનો ગુનો નોંધ્યો છે.

આ ઘટના બનતા જ મૃત્યુ પામેલા યુવકના પરિવારજનો અને આરોપી ઓના પરિવારજનો વચ્ચે ગામમાં તણાવનો માહોલ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર બુધવારના રોજ પંકજ અને ગોલી નામના યુવક વચ્ચે માથાકુટ થઇ હતી. ત્યાર બાદ પરિવારજનોએ બંને બાળકોને સમજાવીને સમાધાન કર્યું હતું.

મળતી માહિતી અનુસાર ગુરૂવારના રોજ સાંજના સમયે પંકજ બાઈક લઈને ધાર્મિક સ્થળ પર ગયો હતો. ત્યારબાદ તે ઘરે પરત ફર્યો જ નહીં. પંકજ ઘરે ન પરત આવ્યો તેથી પરિવારજનોને ચિંતા થવા લાગી. ત્યારબાદ પંકજના પિતા અશોકભાઈ પંકજની શોધખોળ શરૂ કરી અને તેઓ તેને શોધતા-શોધતા ધાર્મિક સ્થળ પર પહોંચ્યા.

ત્યાં ગામના એક તળાવ પાસે ગોલી ધારદાર વસ્તુ વડે પંકજનો જીવ લીધો હતો. આ દરમિયાન બાજુમાં ગામનો અન્ય એક યુવક નિખિલ પણ ત્યાં ઊભો હતો. પંકજનો જીવ લીધા બાદ બંને ત્યાંથી ભાગી ગયા હતા. ત્યારબાદ પંકજના પિતા અશોકભાઈ પોતાના પુત્ર પાસે પહોંચ્યા ત્યારે પંકજ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

ત્યારબાદ ગામના લોકોની મદદથી પંકજને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં હાજર ડોક્ટરે પંકજને મૃત જાહેર કર્યો હતો. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે બે આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બન્નેની શોધખોળ શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!