સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં બનેલી એક રૂવાટા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક માતાએ પોતાના એક વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી દીધી અને ત્યાર બાદ પોતે પણ ઝેરી દવા પી લીધી હતી. આ સમગ્ર ઘટના બન્યા બાદ માતા અને દીકરાને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન માતા અને દીકરાનો કરુણ મૃત્યુ થયું હતું.
આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઉપરાંત ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર માનસિક સંતુલન ગુમાવી દેતા માતાએ આ પગલું ભર્યું હશે, તેવી આશંકા પરિવાર દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર નાના વરાછા શિવધારા ખાતે રહેતા જગદીશભાઇ ગજેરા હીરાના કારખાનામાં કામ કરે છે.
તેઓ બુધવારના રોજ કારખાને કામ પર ગયા હતા. બપોરના સમયે જગદીશભાઈને 30 વર્ષીય પત્ની ચેતનાબેન તેમના એક વર્ષના દીકરા અંશ લઈને ઘરેથી નીકળી ગયા હતા. ચેતનાબેન પડોશી મહિલાને કહ્યું હતું કે, અંશ ઘરે રહેતો નથી તેથી તેને લઈને કચરુ નાખવા જાઉં છું. ત્યારબાદ ચેતનાબેન ઘરે પરત કર્યા ન હતા.
ત્યારે બપોરના સમયે ચેતનાબેન અને અંશ ઝેરી દવા પીધેલી હાલતમાં ઝડફિયા સર્કલ પાસેથી મળી આવ્યા હતા. બંને 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ચેતનાબેન અને તેમના દીકરા અંશનું કરુણ મૃત્યુ નીપજયું હતું.
મળતી માહિતી અનુસાર બીજી તરફ સાંજે જ્યારે જીગ્નેશભાઈ ઘરે આવ્યા ત્યારે તેમને ઘરે પોતાની પત્ની અને દીકરો ન દેખાય તેથી તેમને તેની શોધખોળ શરૂ કરી હતી. બંનેનું પત્તો ન લાગ્યો તેથી તેઓ મોડી રાત્રે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા હતા.
આ દરમિયાન સરથાણા પોલીસે મૃત્યુ પામેલી મહિલા અને તેના દીકરાનો ફોટો જીગ્નેશભાઈ ને બતાવ્યો હતો અને જીગ્નેશભાઈ બંનેને ઓળખી ગયા હતા. સમગ્ર ઘટનાને લઇને કાપોદ્રા પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર ચેતનાબેને માનસિક સંતુલન ગુમાવીને આ પગલું ભર્યું હશે તેવું પરિવારજનોનું કહેવું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!