ઢોલ અને શરણાઇ સાથે ગાય માતાની નીકળી અંતિમ વિદાય અને આ અંતિમયાત્રામાં જોડાયું આખું ગામ,જાણો આ પાછળ નું કારણ

આપણા હિન્દુ ધર્મમાં ગાયને પવિત્ર માનવામાં આવે છે.ગાય એ આપણી માતા સમાન છે. ગાય આપણા જીવન નિર્વાહમાં મહત્વનો ભાગ ભજવે છે. ઘણા લોકો માટે ગાય તેમના પરિવાર સભ્ય સમાન હોય છે. તેમના સાથે એવો જ પ્રેમ અને લાગણી નો સંબંધ રચાય છે જેવી રીતે પોતાનો લોહીનો સંબંધ કેમ ન હોય.

ખરેખર દરેક પશુ અને પ્રાણીઓ પ્રત્યે આ પ્રકારની ભાવનાત્મક લાગણી હોવી જરૂરી છે. આજે અમે તમને એક એવા પરિવાર વિશે જણાવશુ જેમની ગાયનું નિધન થતાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

એક તરફ જ્યારે હાલમાં ગાયને રાષ્ટ્રીય પક્ષી તરીકે ની જાહેરાત કરવામાં આવી રહી છે ત્યારે હાલમાં ગુરૂવારના રોજ વલભીપુરના તોતણીયાળા ગામ ખાતે એક પશુપાલકની ગાયની વધતી ઉંમરના કારણે નિધન થતા ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

ગામમાં કામધેનું નું ઉપનામ પામેલી ગાયના રક્ષક એવા અજીતસિંહ અમરસિંહ મોરીના પરિવારે ઢોલ શરણાઈ ના સુર સાથે ગૌમાતા ની અંતિમ યાત્રા યોજી હતી. ખરેખર આ એક ઉત્તમ કાર્ય કહેવાય.

આવું ભાગ્યે જ જોવા મળતું હોય છે કે કોઈ વ્યક્તિને પશુ પ્રત્યે આટલો જ લગાવ હોય. આપણે અવારનવાર અનેક એવા કિસ્સા વિશે જાણવા મળ્યું છે કે જેમાં પશુ પ્રાણીઓના પાલક માલિક તેમના માટે પોતાના સર્વોચ્ચ અર્પણ કરી દીધું હોય.

પરિવારના સભ્ય સાથે હળી મળી ગયેલી ગાય છેલ્લા 10 વર્ષોથી વિયાણી ન હોવા છતાં નિયમિત પણે અમૃત સમાન દૂધ આપતી હોવાથી ગામમાં કામધેનુના નામે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી.

ગૌ રક્ષક એવા અજીતસિંહ મોરી એ આ દુઃખદ ક્ષણે જણાવ્યું હતું કે,અમારા પરિવાર માટે આ ગાય માતા સાચા અર્થમાં કામધેનુ હતું.જેની સાનિધ્યમાં અમો સુખી સંપન્ન થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*