ભાવનગરમાં ઇકો કાર અચાનક મોટી પાઇપ સાથે ભટકાતા કાર ચાલકનું મૃત્યુ, ત્યારે અકસ્માત જોવા ઉભા રહેલા એક બાઈક સવારને બોલેરોએ લગાવી ટક્કર બાઇક સવાર નું મૃત્યુ

58

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. અકસ્માતમાં અત્યાર સુધીમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે ભાવનગરના તળાજા હાઇવે પરની અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ભાવનગર તળાજા હાઇવે પર ત્રાપજ પાસે આજે વહેલી સવારે ઇકો કાર નું અકસ્માત થયું છે.

મળતી માહિતી મુજબ ઇકો કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી અને રોડની બાજુમાં પડેલા મોટા પાયે સાથે ટક્કર લીધી હતી તેના કારણે કાર ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

ત્યારે અકસ્માત ને જોવા માટે રોડ પર અનેક લોકો ભેગા થઇ ગયા હતા ત્યારે રોડ પર ઉભેલા એક બાઈક ચાલકને બોલેરો એ પાછળથી ટક્કર લગાવી હતી અને બાઇક ચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું.

એક સાથે ડબલ અકસ્માત થતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી મુજબ અકસ્માત આજરોજ વહેલી સવારે રિલાયન્સ પેટ્રોલ પંપ ની પાસે થયું હતું. અકસ્માત દરમિયાન ભાવનગરમાં રહેતા રમેશભાઇ દાનાભાઈ બારૈયાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

ઉપરાંત અકસ્માત દરમિયાન કારમાં બેસેલા 6 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા તેઓને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ઘનશ્યામભાઈ કિશોરભાઈ મકવાણા અકસ્માત જોવા રોડ પર ઊભા રહ્યા હતા.

ત્યારે એક બોલેરો ચાલકે તેમને પાછળથી ટક્કર લગાવી હતી અને તેઓનું પણ ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઇ ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!