ગુજરાતના સૌરાષ્ટ્રની ધરા માં આજરોજ વહેલી સવારે ધણધણી ઉઠી હતી. વહેલી સવારમાં ભૂકંપનો આંચકો આવતા લોકોના મનમાં ભય જોવા મળ્યો હતો. ગોંડલ અને તેની આસપાસના વિસ્તારમાં આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
આપને જણાવી દઇએ કે ભૂકંપ ની તીવ્રતા 3.4 નોંધાઈ હતી.નોંધનીય છે કે સવારે 6.53 એ આ આજકા અનુભવાયા હતા જેમાં ખાસ કરીને ગોંડલ અને વીરપુરમાં આંચકા આવ્યા હતા.રીક્ટર સ્કેલ પર આંચકા ની તીવ્રતા 3.4 નોંધાઈ છે જ્યારે ભૂકંપનું કેન્દ્ર બિંદુ ગોંડલ થી 22 કિમી દૂર હતું.
જ્યારે પણ ભૂકંપ આવે ત્યારે ઓફિસ કે ઘરની બહાર નીકળી જવું. વીજળીના થાંભલા અથવા ઝાડ અથવા ઊંચી ઇમારત થી દૂર ઊભુ રહેવું. ઘર કે ઓફિસની બહાર જતી વખતે લિફ્ટનો ઉપયોગ ન કરો અને સીડીનો ઉપયોગ કરવો. ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યાં છુપાઈને બેસી શકાય.
ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુઓ થી દૂર રહેવું. ઘરમાં રહેલા ભારે સમાન અને કાચ થી દૂર રહેવું જેથી લાગવાની શક્યતા ન રહે.ભાગવાનો સમય ન મળે તો ટેબલ,પલંગ,ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
દરવાજો હોય ત્યાં ન ઊભા રહેવું જેથી દરવાજો ખૂલે કે પડે તો વાગે નહિ. ભૂકંપ જેવી કુદરતી આપદા નો કોઈ અંદાજો આવી શકતો નથી ત્યારે ભૂંકપ આવતો કઈ વાતનું ધ્યાન રાખવું એ લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment