આ મિત્રોએ નિભાવી અનોખી ભાઈબંધી,21 વર્ષીય યુવક મૃત્યુ પામતા તેના મિત્રોએ કર્યું એવું કે…

Published on: 9:52 am, Wed, 8 December 21

સાઉથ અમેરિકા માં મૃત્યુ પામેલા ભાઈબંધી ઇચ્છા પૂર્ણ કરવા માટે તેના મિત્રોએ તેની બોડી ને કબર ખોદીને કાઢી અને બાઈક પર બેસાડીને આંટો મરાવ્યો.આ જોઈને ભલભલાને નવાઈ લાગી હતી.આ ઘટના ઇકવાડોર દેશ માં આવેલા પોર્ટિવીએજો શહેર ની છે.

અહીં 21 વર્ષીય એરિક નો જીવ લઈ લેવામાં આવ્યો છે. બીજા કોઈ ની અંતિમ ક્રિયા માં જઈ રહ્યો હતો તે દરમિયાન તેનો જીવ લઈ લેવામા આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે અને તેમાં તેના મિત્ર કબર માંથી તેના મૃત્યુ પામેલા મિત્ર ને કાઢતા દેખાયા છે.

મૃત્યુ પામેલા મિત્રને બાઈક પર રાખીને બે ભાઈબંધો તેને ફરવા લઈ ગયા. બંને ભાઈબંધો એ મૃત્યુ પામેલો મિત્ર પડી ન જાય તેનું ખાસ ધ્યાન રાખ્યું. આ બાઇકને રસ્તા પર જોઈને આજુબાજુ ઉભેલા લોકોએ એરિક ની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી.

એટલું જ નહીં પણ એરિક ના મિત્રોએ કોફિન પર આલ્કોહોલ મુક્યું હતું.એરિક ને નગરયાત્રા કરાવ્યા પહેલા તેના માતા-પિતાની તેઓએ પરમિશન પણ લીધી હતી. શરૂઆતમાં પોલીસ દ્વારા વાંધો ઉઠાવ્યો હતો પણ કોઈની ધરપકડ કરવામાં ના આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!