નવરાત્રીના તહેવારને લઈને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહી મહત્વપૂર્ણ વાત,જાણો

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી નવરાત્રિના એક દિવસ પહેલા વિડીયો સંદેશમાં કહ્યું કે, આ વખતે નવરાત્રિના પર્વમાં ગરબા આયોજન પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.ગરબાનું આયોજન કરતા લોકોનું સ્વાસ્થ્ય અમારા માટે પ્રાથમિકતા છે. સમારોહ અને ઉત્સવ ને બદલે લોકોની સ્વાસ્થ્યની ચિંતા કરવી વધારે જરૂરી છે. રાજ્ય સરકારે રાજ્યભરમાં નવરાત્રિના સમયમાં ગરબા આયોજન પર પ્રતિબંધ મૂકી દીધો છે. ગુજરાતમાં નવરાત્રીની ઝળહળાટ, રોનક હાલમાં દેખાતી નથી. સોસાયટીઓ, આયોજનના સ્થળ હાલમાં શાંત થઇ ગયા છે. કેટલાક લોકો પોતાના ઘરમાં કે ફાર્મ હાઉસમાં 5/10 લોકો ભેગા થઈને ગરબાનો આનંદ માણી રહ્યા છે.

જોકે લોકો પોતે પણ સમજીને તેને ગરબા નહીં રમવાનો નિર્ણય કરી ચૂક્યા છે.રૂપાણી સરકારે વધારેમાં કહ્યું કે, અમને ખબર છે ગુજરાતના લોકો માટે નવરાત્રી એ મહત્વની છે.લોકો નવરાત્રિમાં ગરબે ઘુમવા મહિનાઓથી આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે પરંતુ આ વખતે સ્થિતિ કંઈક અલગ જ છે. આખી દુનિયા કોરોનાવાયરસ ની મહામારી સામે લડી રહી છે અને ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. અમે પણ મહિનાઓથી કોરોના સામે લડત ચલાવી રહ્યા છીએ.

લોકો સ્વાસ્થ્ય પર વિશેષ ભાર આપીને અમે નવરાત્રિમાં છૂટ આપી નથી. લોક સ્વાસ્થ્ય અમારી પ્રાથમિકતા છે. કોરોનાના સંક્રમણને રોકવા અત્યાર સુધીમાં પ્રયાસ કરવામાં આવ્યા છે.

તે નિષ્ફળ ન જાય તે વાત પણ સુનિશ્ચિત કરવાની જરૂર છે. રૂપાણી સરકારે પરિસ્થિતિની ગંભીરતા પારખીને લોકોને સહયોગ આપવાની વિનંતી કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*