સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં ભારે વરસાદ અને વીજળી પડતાં આટલા વ્યક્તિના મોત

240

શિયાળાની ઋતુનું આગમન અને ચોમાસાની ઋતુ ની વિદાયની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનની ગુજરાતના અનેક વિસ્તારો વરસાદ નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્રના ધ્રોલમાં સૌથી વધુ પાંચ ઈચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત વીજળી પડવાથી સૌરાષ્ટ્રના માળીયા મિયાણા અને કચ્છના ભુજ તાલુકામાં વીજળી પડવાથી એક- એક ના મૃત્યુ થયા હતા.હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સોમવારે ભાવનગર,દ્વારકા,પોરબંદર,કચ્છમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

સૌરાષ્ટ્રના ધ્રોલ શહેર સિહોરમાં 4, ધ્રોલ ગામમાં 5, ગિરનારમાં 2.50, રાજકોટ-ધોરાજી-વંથલીમાં 2, ગોંડલ- ભાવનગર-જૂનાગઢ-મોરબીમાં 1.50 ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. રાજકોટ શહેરમાં આજે દિવસ દરમિયાન છૂટાછવાયા સ્થળોએ હળવા છાંટા પડયા બાદ સાંજે છ વાગ્યા પછી વાદળોના ગડગડાટ અને વીજળીના ચમકારા સાથે તોફાની વરસાદ શરૂ થયો હતો. જે રાતે 9 વાગ્યા સુધીમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

જૂનાગઢ જિલ્લામાં આજ સવારથી આકરા બફારાનો અનુભવ થયો હતો. બપોરે વાદળા છવાયા હતા અને બપોર બાદ જોરદાર ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો.

વીજળીના જોરદાર કડાકાથી ધરતી ધ્રૂજી ઊઠી હતી અને જાણે ભૂકંપ આવ્યો હોય તેવો અનુભવ થયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!