ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી પહેલા ભાજપમાં ભૂકંપ! આ વ્યક્તિએ ધારાસભ્યપદેથી રાજીનામું આપવાની આપી ચીમકી

Published on: 9:31 am, Mon, 19 October 20

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી ખૂબ જ નજીક આવી રહી છે ત્યારે ભાજપમાં હાલ ભૂંકપનો દોર હાલ યથાવત જોવા મળ્યો છે.ઉમરેઠ ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમાર ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેવાની ચીમકી ઉચ્ચારતા ભાજપમાં સોપો પડ્યો છે.સાંસદ મિતેશ પટેલ ના રાજકીય વલણથી નારાજ ધારાસભ્ય ગોવિંદ પરમાર ને મંગળવારના રોજ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા એલાન કર્યું છે.અમૂલ ડેરીની ચૂંટણી વખતે સંસદ મિતેશ પટેલ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરીને મને હરાવ્યો છે. એવા આક્ષેપો સાથે ધારાસભ્ય ગોવિંદ પરમાર એ રાજીનામું આપવાની તૈયારી બતાવી છે.થોડા સમય પહેલા ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાના મત વિસ્તારના વિકાસના કામો થતાં નથી.

તેવું કારણ દર્શાવી ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દીધું હતું.ફરી એક વખત ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમાર રિસાયા છે. ધારાસભ્ય ગોવિંદ પરમાર એવો આક્ષેપ કર્યો છે કે, સાંસદ મિતેશ પટેલ પોતાને જાણે નરેન્દ્ર મોદી ગણે છે. જૂથવાદ અને કોમવાદ કરી મને હરાવ્યો છે. આ ઉપરાંત અમૂલ ડેરીમાં સરકારના નોમિનેટેડ સભ્યો નીમવામાં મારી બાદબાકી કરવામાં આવી હતી. સાંસદના ઇશારે જિલ્લા સંગઠન માં મારી અવગણના કરવામાં આવી હતી.

આ કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણી, સી આર પાટીલ, ભીખુ દલસાણીયા સહિતના નેતાઓને લેખિતમાં રજૂઆત કરવા છતાં કોઇ પરિણામ આવી શકતું નથી. ગોવિંદ પરમાર સ્પષ્ટ કરતા કહ્યુ કે, હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઇશ જોકે.

મને ભાજપ સાથે વાંધો નથી પણ સાંસદ મિતેશ પટેલ સાથે વાંધો છે. ભાજપના સાંસદ અને ધારાસભ્ય આમનેસામને આવ્યા છે જેથી પ્રદેશ નેતાગીરી મૂંઝવણમાં મુકાઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી પહેલા ભાજપમાં ભૂકંપ! આ વ્યક્તિએ ધારાસભ્યપદેથી રાજીનામું આપવાની આપી ચીમકી"

Leave a comment

Your email address will not be published.


*