સમગ્ર દેશભરમાં જીવ લેવાની ઘટનાઓ સતત વધી રહી છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળીએ છીએ. જેમાં પતિ પોતાની જ પત્નીનો જીવ લઈ લેતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પતિએ પોતાની પત્નીનો જીવ લઈ લીધો અને ત્યારબાદ એવું પગલું ભર્યું કે સાંભળીને તમે પણ ચોકી જશો. પતિએ સૌપ્રથમ હથોડી વડે પોતાની પત્ની ઉપર પ્રહાર કર્યા અને ત્યારબાદ ધારદાર વસ્તુ વડે તેનો જીવ લઈ લીધો.
ત્યારબાદ પત્નીનું મૃતદેહ જંગલમાં ફેંકી દીધું. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે ડરનો મહોલ જોવા મળ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં બની હતી. અહીં ગુરૂવારના રોજ સાંજના સમયે એક વ્યક્તિએ પોતાની પત્નીનો જીવ લઈ લીધો હતો. 2012 માં સદ્દામ નામના વ્યક્તિના લગ્ન રુખસા સાથે થયા હતા બંને મૂળ બિહારના વતની હતા.
બંને હાલમાં ગાઝિયાબાદના ટ્રોનિકા સિટી વિસ્તારમાં રહે છે. મળતી માહિતી અનુસાર સદ્દામ ગુરૂવારના રોજ સાંજના સમયે પોતાની પત્નીને કારખાનામાં કામ બતાવવાના બહાને જંગલમાં લઈ ગયો હતો. અહીં તેને સૌપ્રથમ હથોડી વડે પોતાની પત્ની ઉપર પ્રહાર કર્યા હતા. જેના કારણે તેની પત્ની બેભાન થઈને જમીન પર ઢળી પડી હતી.
ત્યારબાદ ધારદાર વસ્તુ વડે પોતાની પત્નીના પેટના ભાગે પ્રહાર કર્યા હતા. આ કારણોસર પત્નીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. પોતાની પત્નીનો જીવ લઈ લીધા બાદ સદ્દામ સાંજના સમયે ગાઝિયાબાદમાં SSP ઓફિસ પહોંચ્યો હતો. અહીં ફરિયાદ શહેરમાં તેને આ સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી.
ત્યારબાદ તાત્કાલિક SSP ઓફિસ માંથી ટ્ર્રોનિકા સિટી પોલીસને બોલાવવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ આરોપી સદ્દામને પોતાની સાથે ઘટના સ્થળે લઈ ગઈ હતી. ત્યાંથી આરોપીની પત્નીનું મૃતદેહ મળી આવ્યું હતું. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે અને મૃત્યુ પામેલી પત્નીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે.
મળતી માહિતી અનુસાર આજરોજ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું કે પતિ-પત્ની વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી રોડ બનાવો હતા. ત્યારબાદ જાણવા મળ્યું કે પત્નીને અન્ય યુવક સાથે અફેર હતું. પતિ એક વર્ષથી પોતાની પત્નીનો જીવ લેવાનો પ્લાન બનાવી રહ્યો હતો. ઘણી વખત પતિએ પોતાની પત્નીનો જીવ લેવાના પ્રયાસ કર્યા હતા પરંતુ તે નિષ્ફળ જતો હતો.
બુધવારના રોજ પતિએ પોતાની પત્નીનો જીવ લેવાનો પ્લાન બનાવ્યો હતો અને તેને તે દિવસે ફેક્ટરી તરફ પણ લઈ ગયો હતો. પરંતુ રસ્તા પર વાહનોની અવરજવર વધુ હોવાના કારણે તેને એકાંતમાં જગ્યા ન મળી અને તે પોતાની પત્ની સાથે ઘરે પાછો આવ્યો હતો. ત્યારબાદ ગુરુવારના રોજ તેને પોતાની પત્નીનો જીવ લઈ લીધો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment