ધોરણ-8માં અભ્યાસ કરતા બાળકે સાવ નાની એવી બાબતમાં પોતાનું જીવન ટૂંકાવ્યું, શાળામાં બાળક સાથે કંઈક એવું બન્યું કે…જાણો સમગ્ર ઘટના

Published on: 10:29 am, Fri, 11 November 22

આજકાલ જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ખાસ કરીને આજકાલ નાની ઉંમરના યુવકો અને યુવતીઓ આ પ્રકારનું પગલું ભરી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી છે તો ઘટના સામે આવી છે. આ ઘટનામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા જ બાળકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

સમગ્ર ઘટના બન્યા બાદ બાળકના પરિવારના લોકો શાળાએ પહોંચી ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને શાળાના શિક્ષક અને સ્કૂલ મેનેજમેન્ટ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં જીવ ટૂંકાવા માટે ઉશ્કેરવાની ફરિયાદ પણ કરવામાં આવી છે. તો ચાલો જાણીએ બાળક સાથે શાળામાં તો એવું તો શું થયું હશે.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના ગાઝિયાબાદની છે. પ્રિન્સ નામનો બાળક પબ્લિક હેપ્પી મોડેલ સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતો હતો. ગુરૂવારના રોજ બપોરે સ્કૂલમાંથી છૂટ્યા બાદ પ્રિન્સ ઘરે પહોંચ્યો હતો. તેને પરિવારના લોકોને જણાવ્યું હતું કે શાળામાં શિક્ષકે તેને ફી ન લાવવા માટે ઠપકો આપ્યો હતો. છેલ્લા બે દિવસથી ફી જમા ન કરવાતા પ્રિન્સ અને તેના ભાઈ-બહેનને શાળામાંથી ઘરે મોકલી આપ્યા હતા.

ગુરૂવારના રોજ શાળામાં શિક્ષકે ફરી એક વખત ફી નહીં લાવવાની બાબત પર પ્રિન્સને ઠપકો આપ્યો હતો અને ઘરે મોકલી દીધો હતો. ઘરે આવ્યા બાદ પ્રિન્સ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના બનતા જ પરિવારના લોકોમાં માતમ છવાઈ ગયું હતું.

સમગ્ર ઘટના બન્યા બાદ પરિવારના લોકો ખૂબ જ ગુસ્સામાં ભરાયા હતા અને પરિવારના લોકો અને આસપાસના લોકો મળીને બાળકની શાળાએ પહોંચી ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું કે, તેઓ ડેરીનો વ્યવસાય કરે છે. છેલ્લા કેટલાક દિવસોથી તેમની પરિવારની સ્થિતિ આર્થિક રીતે નબળી છે.

જેના કારણે તેઓ બાળકોની સ્કૂલની ફી ભરી શક્યા ન હતા. જેથી શાળામાં તેમના બાળકોને હેરાન અને અપમાનિત કરવામાં આવતા હતા. મળતી માહિતી અનુસાર પરિવારના લોકોએ શાળાની બહાર લગભગ ત્રણ કલાક સુધી હોબાળો મચાવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસ એ શાળાના શિક્ષકને કસ્ટડીમાં લઈ લીધો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ધોરણ-8માં અભ્યાસ કરતા બાળકે સાવ નાની એવી બાબતમાં પોતાનું જીવન ટૂંકાવ્યું, શાળામાં બાળક સાથે કંઈક એવું બન્યું કે…જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*