બાઈક ચાલકને બચાવવા જતા પૂરપાટ ઝડપે જતી કાર ઝાડ સાથે અથડાય, પરિવારના લાડકા દીકરાનું મોત…રોડ મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો…

Published on: 12:00 pm, Fri, 11 November 22

સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે આજે આપણે ગત શુક્રવારના રોજ મોડી સાંજે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના વિશે વાત કરવાના છીએ. આ અકસ્માતની ઘટનામાં સોનાના વેપારીના 23 વર્ષના કૃષ્ણવર્મા નામના દીકરાએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

જ્યારે અકસ્માતની ઘટનામાં કારમાં સવાર અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં 27 વર્ષીય વિક્રમ સિંહ, 19 વર્ષીય છોટું વર્મા અને 22 વર્ષીય શુભમ વર્મા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. હાલમાં તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. આ ગંભીર અકસ્માતની ઘટના દેવરીયાના બરહાજ-દેવરિયા રોડ ઉપર બની હતી.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઉપરાંત ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો 23 વર્ષીય કૃષ્ણ વર્મા ગત શુક્રવારના રોજ મોડી સાંજે કારમાં અન્ય ત્રણ લોકો સાથે ગોરખપુરથી ઘરે પરત ફરી રહ્યો હતો.

ત્યારે તેઓ રસ્તામાં એક પેટ્રોલ પંપ પાસે પહોંચ્યા હતા. ત્યારે અચાનક જ તેમની કારની સામે એક બાઈક આવી ગઈ હતી. બાઈક ચાલકને બચાવવામાં કાર બેકાબુ બની ગઈ હતી અને બેકાબુ બનેલી કાર ઝાડ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર સંપૂર્ણ રીતે ભાંગીને ભૂક્કો થઈ ગઈ હતી.

જોરદાર અવાજ સંભળાતા સ્થાનિક લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી દીધી હતી. ઘટનાની જાણ થતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ઘટનામાં કૃષ્ણનું મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મિત્રો તમને જણાવી દઈએ કે કૃષ્ણના પિતા એક સોનાના વેપારી છે. તેઓએ હાલમાં જ સેકન્ડ હેન્ડ સ્વિફ્ટ કાર ખરીદી હતી. તેથી તેમનો દીકરો કૃષ્ણ વર્મા પોતાના મિત્ર અને સંબંધી સાથે કાર લઈને ઘરે આવી રહ્યો હતો. ત્યારે રાત્રે 8 વાગ્યાની આસપાસ તેમને રસ્તામાં અકસ્માત નડ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બાઈક ચાલકને બચાવવા જતા પૂરપાટ ઝડપે જતી કાર ઝાડ સાથે અથડાય, પરિવારના લાડકા દીકરાનું મોત…રોડ મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો…"

Leave a comment

Your email address will not be published.


*