પત્નીને વીડિયો કોલ કરીને પતિએ ગળાફાંસો ખાઈને સુસાઈડ કર્યું… પત્નીને વીડિયો કોલમાં કંઈક એવું કીધું કે…

દેશભરમાં છેલ્લા ઘણા સમયથી સુસાઈડના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગુરુવારના રોજ રાત્રિના સમયે બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. સુસાઇડ કરતા પહેલા યુવકે પોતાની પત્નીને વિડીયો કોલ કર્યો હતો અને તેને સુસાઇડ કરવાની વાત કરી હતી.

ત્યાર પછી પત્નીએ તાત્કાલિક આ ઘટનાની જાણ પડોશીને કરી હતી. ઘટનાની માહિતી મળતા યુવકનો ભાઈ, પરિવારના સભ્યો અને પડોશીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ત્યાં સુધીમાં તો યુવકે સુસાઇડ કરી લીધું હતું. પછી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

ત્યારબાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે યુવકના મૃતદેહને નીચે ઉતારીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના રાજસ્થાનના ભીલવાડામાંથી સામે આવી રહી છે. સુસાઈડ કરનાર યુવકનું નામ સોનું હતું અને તેની ઉંમર 27 વર્ષની હતી. જાણવા મળી રહ્યું છે કે સોનુંએ લગભગ રાત્રે 12 વાગ્યાની આસપાસ સુસાઇડ કર્યું હતું.

આ ઘટના બની ત્યારે તે ઘરમાં એકલો હતો. તે એક દિવસ પહેલા જ પોતાની પત્નીને તેના પિયરમાં મૂકી ગયો હતો. સોનુના માતા પિતા રાત્રે ખેતરે ગયા હતા. જ્યારે તેનો નાનો ભાઈ કારખાને ગયો હતો. આ દરમિયાન મોડી રાત્રે તેને પોતાની પત્નીને વિડીયો કોલ કર્યો હતો અને પછી વિડીયો કોલમાં તે સુસાઇડ કરે છે તેવું તેને પોતાની પત્નીને જણાવ્યું હતું.

પતિની વાત સાંભળીને પત્નીએ તાત્કાલિક આ ઘટનાની જાણ પડોશી અને પરિવારજનોને કરી હતી. લોકો ત્યાં પહોંચે તે પહેલા તો સોનુએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. સોનુએ કયા કારણોસર સુસાઇડ કર્યું તેની કોઈપણ ચોક્કસ માહિતી સામે આવી નથી. હાલમાં તો પોલીસે સુસાઇડ પાછળનું કારણ જાણવાની કામગીરી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*