રાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીનું અચાનક જ દુઃખદ નિધન… 3 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી…

Published on: 12:30 pm, Fri, 1 September 23

રાજકોટમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. રાજકોટમાં પોલીસ હેડ ક્વાર્ટરના કર્મચારીનું અચાનક જ કરુણ મોત થયું છે. આ ઘટના બનતા જ પોલીસ હેડ ક્વાર્ટરમાં માતમ છવાઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે પોલીસ કર્મચારીને અચાનક જ છાતીમાં દુખાવો પડ્યો હતો.

ત્યારબાદ તેમને બે ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તો તેમનું મોત થઈ ગયું હતું. મૃત્યુ પામેલા પોલીસ કર્મચારીનું નામ અમીરભાઇ અબ્દુલભાઈ સમા હતુ અને તેમની ઉંમર 49 વર્ષની હતી.

અમીરભાઈ રાજકોટના રેસકોર્સ પાર્ક નજીક મારુતિ નગર પોલીસ લાઈન બ્લોક નંબર ત્રણમાં રહેતા હતા. મળતી માહિતી અનુસાર અમીરભાઈ હેડક્‍વાર્ટરમાં ડોગ સ્‍કવોડમાં વર્ગ ચારના કર્મચારીક તરીકે ફરજ બજાવતા હતા. 31 તારીખ એટલે કે ગુરૂવારના રોજ અચાનક જ અમીરભાઇને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.

પછી સિવિલ હોસ્પિટલમાં તેમનું મોત થયું હતું. પોલીસ કર્મચારી અમીરભાઇનું મોત થતા જ તેમના પરિવારજનો અને પોલીસ હેડ ક્વાર્ટરમાં માતમ છવાઈ ગયો હતો. વિગતવાર વાત કરીએ તો અમીરભાઈ બે ભાઈ અને બે બહેનમાં બીજા નંબરે હતા.

અમીરભાઇને સંતાનમાં એક દીકરી અને બે દીકરાઓ છે. અમીરભાઈનું મોત થતા જ ત્રણેય સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ગઈકાલે અમીરભાઇના મોતના સમાચાર મળ્યા બાદ પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીનું અચાનક જ દુઃખદ નિધન… 3 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી…"

Leave a comment

Your email address will not be published.


*