ઘોડાની સળી કરતા યુવકને ઘોડાએ એવી જગ્યાએ લાત મારી કે…યુવક ઠેકડા મારતો મારતો ઉભી પૂંછડીએ ભાગ્યો… વીડિયો જોઈને હસી હસીને પેટમાં દુખવા લાગશે…

Published on: 2:41 pm, Sun, 12 March 23

મિત્રો હાલમાં તો સોશિયલ મીડિયામાં પ્રાણીઓના ઘણા બધા વિવિધ વીડિયો વાયરલ થતા હોય છે. પ્રાણીઓના ઘણા વિડીયો જોઈને આપણું મનોરંજન થતું હોય છે અથવા તો ઘણા વિડીયો આપણને ઘણું બધું શીખવાડી જતા હોય છે. તમે ઘણા એવા લોકોને પણ જોયા હશે જો મૂંગા પ્રાણીઓની ન કરવાની સળીઓ કરતા હોય છે.

પરંતુ અમુક વખત મૂંગા પ્રાણીઓની સળી કરવી તે લોકોને ભારે પડી જતી હોય છે અને તેનું ખૂબ જ કપરું પરિણામ આવતું હોય છે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને ભલભલા લોકો ખડખડાટ હસી પડ્યા છે.

વાયરલ થઈ રહેલો વિડિયો એક યુવક અને એક ઘોડાનો છે. જેમાં શાંતિથી ઊભેલા ઘોડાની સળી કરતાં યુવકને ઘોડાએ એવો સબક શીખવાડ્યો કે યુવક જિંદગીભર ભૂલશે નહીં. વીડિયોની અંદર જોઈ શકો છો કે એક સફેદ રંગનો ઘોડો ઉભેલો જોવા મળી રહ્યો છે. તેની બાજુમાં સફેદ રંગનો કુરતો પહેરીને એક વ્યક્તિ ઊભેલો છે અને તે ઘોડાની સળી કરી રહ્યો છે.

ત્યારે અચાનક જ ઘોડાને ખૂબ જ ગુસ્સો આવી જાય છે અને તે યુવકના પ્રાઇવેટ પાર્ટ ઉપર જોરદાર લાત લગાવે છે. ત્યાર પછી તો યુવક ઘોડાથી દૂર થઈને રોડ ઉપર ચડ્યો હતો. તે ઠેકડા મારતો મારતો રોડ ઉપર ભાગવા લાગ્યો હતો અને ઘોડાથી ઘણો બધો દૂર ચાલ્યો ગયો હતો.

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયો જોઈને ભલભલા લોકોના ચેહરા ઉપર ખુશી જોવા મળી રહે છે. વાયરલ થયેલો આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર bihari_boy_c નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની રમુજી કોમેન્ટ કરી રહ્યા છે અને ઘણા લોકો તો વિડિયો જોઈને હસી હસીને ગોટો વળી ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઘોડાની સળી કરતા યુવકને ઘોડાએ એવી જગ્યાએ લાત મારી કે…યુવક ઠેકડા મારતો મારતો ઉભી પૂંછડીએ ભાગ્યો… વીડિયો જોઈને હસી હસીને પેટમાં દુખવા લાગશે…"

Leave a comment

Your email address will not be published.


*