ગુજરાત રાજ્યમાં કોરોના ની બીજી લહેર ધીમેધીમે ઘટી રહી છે. અને રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાય દિવસોથી કોરોનાના પ્રતિબંધો પર છૂટ આપી દીધી છે ઉપરાંત રાજ્યમાં દરરોજ 100 કરતાં પણ ઓછા કેસ આવી રહ્યા છે.
ત્યારે ગુજરાત સરકાર દ્વારા લોકોને માસ્ક દંડમાં રાહત આપવાની વિચારણા ચાલી રહી હતી. રાજ્યમાં માસ્ક ન પહેરવા પર હજાર રૂપિયાનો દંડ નક્કી કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સરકાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં માસ્ક ના દંડ પર રાહત આપવાની અપીલ કરી હતી.
પરંતુ હાઇકોર્ટે દંડ ઘટાડવાનો ઇનકાર કરી દીધો છે. ગુજરાત હાઈકોર્ટે દંડ ઘટાડવા પર ઇનકાર કરતા કહ્યું કે રાજ્યમાં સૌ પ્રથમ 50 ટકા લોકો કોરોના ની રસી લઇ લે ત્યારબાદ દંડ ઘટાડવા માટે વિચારણા કરીશું.
રાજ્યમાં 50 ટકા વસતી કોરોના ની રસી લઇ લીધા બાદ માસ્કનો દંડ ઘટાડીને 500 રૂપિયા કરવા અંગે વિચારણા ચાલશે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ના 84 કેસ નોંધાયા છે. આ ઉપરાંત કોરોના ના કારણે રાજ્યમાં ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં આજે કોરોનાથી 300 દર્દીઓ સારા થયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment