કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કર્યું એવું ટ્વીટ કે ભાજપ લાલ પીળો થઇ ગયું, કેન્દ્ર મંત્રી મેદાનમાં પડ્યા…

Published on: 5:02 pm, Fri, 2 July 21

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા. રાહુલ ગાંધી ટ્વીટ કરવા કહ્યું કે હવે જુલાઈ આવી ગયો છે. પરંતુ રસી નથી આવી. દેશમાં કોરોના વેક્સિનના મુદ્દે છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર પર આ મુદ્દે આકરા પ્રહાર કરી રહ્યા છે.

રાહુલ ગાંધીએ સરકારને અપીલ કરી છે કે દેશના દરેક નાગરિકને તાત્કાલિક ધોરણે કોરોના ની રસી લેવી પડે. જો આગામી સમયમાં કોરોનાની મહામારી થી બચવું હોય તો કોરોના ની રસી લેવી ફરજીયાત છે.

રાહુલ ગાંધીના ટ્વીટ્ બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડોક્ટર હર્ષવર્ધન અને કેન્દ્રીય રેલવે પ્રધાન પિયુષ ગોયલે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને રસીના મુદ્દે રાજનીતિ ન કરવાની અપીલ કરી.

આ મુદ્દે ડોક્ટર હર્ષવર્ધને જવાબ આપતા કહ્યું કે કાલે મેં જુલાઈ મહિનામાં રસીની ઉપલબ્ધ આ અંગે માહિતી આપી હતી. રાહુલ ગાંધી ની સમસ્યા શું છે? શું તેઓ વાંચતા નથી?

કે પછી તે આ મુદ્દે સમજતા નથી? અભિમાન અને અજ્ઞાનતા ના વાયરસ માટે કોઈ રસી નથી. ઉપરાંત તેમને કહ્યું કે કોંગ્રેસ પાર્ટીને પોતાના નેતૃત્વ અને પાર્ટી સંચાલન પર ધ્યાન આપવાની જરૂર છે.

આ ઉપરાંત રેલવે પ્રધાને પણ રાહુલ ગાંધીના પેટ નો જવાબ આપતા કહ્યું કે કોરોના ની રસીના 12 કરોડ ડોલર જુલાઈ મહિનામાં ઉપલબ્ધ થશે. જે ખાનગી હોસ્પિટલના પુરવઠાથી અલગ છે.

આ ઉપરાંત રાજ્યમાં 15 દિવસ પહેલા જ આ પુરવઠા ની સૂચના આપી દીધી હતી. તેમને કહ્યું કે રાહુલ ગાંધીને કોરોનાની મહામારી સમજવું જોઈએ કોરોના ની રસીના મુદ્દે રાજનીતિ કરવી યોગ્ય નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!