રાજ્યમાં કોરોના પર થયેલી સુઓમોટો અરજી નો મામલો ગુજરાત હાઇકોર્ટના ગુજરાત સરકારને મહત્વનો આદેશ આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને હોસ્પિટલની બહાર ઉપલબ્ધતા અંગે માહિતી આપવાનો આદેશ આપ્યો હતો. આ સાથે જ કયા વિસ્તારમાં કેટલા નિયંત્રણ રાખવા તે અંગે સરકાર જરૂરી નિર્ણય લે તેવી પણ સૂચના આપી હતી.
ટેસ્ટિંગ બાબતે હાઇકોર્ટનું મહત્વનું અવલોકન કર્યું હતું કે, નવી લેબોરેટરીઓ ઊભી થઈ નથી અને ટેસ્ટિંગ માટે રાહ જોવી પડે છે. સાથે જ એવું પણ જણાવ્યું હતું કે ટેસ્ટિંગ ના આંકડા અચાનક કઇ રીતે વધ્યા.
સરકારે હાઈકોર્ટને 108 ની કામગીરી વિશે જણાવ્યું હતું કે 108 સેવા કોર્પોરેશન આધીન નથી અને રાજ્ય સરકાર જે નીતિ બનાવી તે પ્રમાણે 108 કામગીરી કરે છે.
હાઈકોર્ટે કહ્યું કે કોરોના મામલે રાજ્ય સરકાર નું શું પ્લાનિંગ છે અને કોરો નાની જૈન તોડવા માટે સરકાર શું કરી રહી છે અને આ ઉપરાંત ખાનગી વાહનમાં આવતા દર્દીઓને પ્રવેશ કેમ નથી આપવામાં આવતો આવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
છેલ્લી સુનાવણી પણ આ મામલે સ્પષ્ટતા માગી હતી અને હાઈકોર્ટે કહ્યું કે સરકાર સોગંદનામામાં કોઈપણ પ્રકારની સ્પષ્ટતા કરી નથી.108 એ ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસ પર ધ્યાન આપવું જોઈએ.
આ ઉપરાંત હાઈ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે સરકાર સ્વીકારે છે કે તમામ વસ્તુઓની અછત છે. હોસ્પિટલ ફૂલ છે તો હવે કેસ વધશે તો સરકાર શું કરશે? ગુજરાત સરકારની નીતિ અને અમદાવાદ કોર્પોરેશનની કામગીરી હાઇકોર્ટ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે.
જે દર્દીને 6 ઇન્જેક્શન ની જરૂર છે તેને 6 ઇન્જેક્શન આપો અને ત્રણ આપીને મૂકી ન દો. સાચે જ કહ્યું કે જે પણ અંદરથી હોસ્પિટલ આવે તમને દાખલ કરવામાં આવે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment