ગુજરાતીઓએ ગભરાવાની જરૂર નથી, કોરોના ની ચેન તોડવા ને લઈને મુખ્યમંત્રી રૂપાણી નું મોટું નિવેદન.

Published on: 9:33 am, Thu, 29 April 21

મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યની જનતાને નિવેદન આપતા કહ્યું છે કે, નાગરિકો બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળી અને સરકારે લાદેલા નિયંત્રણો ચુસ્તપણે પાલન કરે. આપણી પાસે કોરોના સામે વેક્સિન નું અમોધ શસ્ત્ર છે ત્યારે લોકો ઝડપથી વેક્સિન મેળવે.

મુખ્યમંત્રી ફેસબુકના માધ્યમથી સંબોધન કરતા કહ્યું હતું કે, સરકારે વિવિધ શહેરોના કોરોના કરફ્યુ અન્ય 9 શહેરોમાં પણ લાગ્યો છે અને આમ કુલ 29 શહેરોમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી રૂપાણી એ કહ્યું કે હવે ગામડાઓમાં પણ સંક્રમણ નું પ્રમાણ વધ્યું છે ત્યારે ગામના વડીલો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચ અને જવાબદાર આગેવાનો સાથે મળી નિયંત્રણ લાદવાની સાથે આવશ્યક પગલા લે તે જરૂરી છે.

આખા ગામનું ટેસ્ટિંગ થાય,સંક્રમિત દર્દીને અલગ આઇસોલેટ કરી કોરોના ચેઇન તોડવામાં આવે તે જરૂરી છે.કોરોનાથી સંક્રમિત વ્યક્તિને ઘણા કિસ્સામાં આઠ દસ દિવસ બાદ સંક્રમણ નો ખ્યાલ આવે છે.

ત્યારે શારીરિક તકલીફ ખૂબ વધી જાય છે અને સુધી હોસ્પિટલ તરફ દોડવું પડે છે. આવી વ્યક્તિ ત્યાં સુધીમાં અન્ય ઘણા ને સંક્રમિત કરી ચૂકી હોય છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે કોરોના થી રાજ્યમાં હાલ મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે. પરંતુ ગુજરાતીઓએ ગભરાવવાની જરૂર નથી આપણે સૌ સાથે મળીને પરિશ્રમ ની પરાકાષ્ઠા સર્જી આપત્તિ ને મહાત કરવી છે.

ભલે ઘરેથી બહાર નીકળવાની છૂટ હોય પરંતુ લોકો કામ વગર બહાર ન નીકળે તેવી અપીલ કરું છું. આપણે આથ દિવસમાં સંક્રમણ આપણા શહેર અને નગરમાં તોડી નાખવામાં આવ્યા છીએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતીઓએ ગભરાવાની જરૂર નથી, કોરોના ની ચેન તોડવા ને લઈને મુખ્યમંત્રી રૂપાણી નું મોટું નિવેદન."

Leave a comment

Your email address will not be published.


*