રાજ્ય સરકારે ઉનાળા વેકેશન ને લઈને કરી મોટી જાહેરાત, જાણો વિદ્યાર્થીઓ માટે કેટલા દિવસની રજા ?

Published on: 10:32 am, Thu, 29 April 21

રાજ્યની શાળાઓમાં 3 મે થી 6 જૂન સુધી ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગે જાહેર કરેલા ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, શિક્ષણ વિભાગ 4 ફેબ્રુઆરી 2020 તથા 24 માર્ચ 2020 ના ધરાવતી તમામ શાળાઓમાં એપ્રિલ માસથી નવું શૈક્ષણિક સત્ર શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.

હાલમાં કોરોના મહામારીના સમસ્યાના કારણે નવું શૈક્ષણિક વર્ષ અગાઉ મુજબ અર્થાત્ ઉનાળુ વેકેશન પૂર્ણ થયાથી શરૂ કરવાનું રહેશે. સાથે જ રાજ્યની સરકારી અને ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ કામગીરી સોંપવામાં આવેલી નથી.

તેમને શાળામાં આવવાનું રહેશે નહીં. પરંતુ જે સ્ટાફને કામગીરી સોંપવામાં આવેલી છે તેમને રાજ્ય સરકાર અથવા સ્થાનિક પ્રશાસનને આપેલી તમામ સૂચનાઓનું ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

કોરોના મહામારામારીના પગલે સરકારે તમામ કચેરીઓ, સંસ્થાઓ અને કંપનીઓમાં 50 ટકા સ્ટાફ રાખવાનો આદેશ કર્યો હતો અને મંગળવારથી તો આંશિક લોકડાઉન જાહેર કરી દેવાતા શૈક્ષણિક સંસ્થાઓ પણ હવે બંધ કરવામાં આવનાર છે.

પૂર્વમાં શિક્ષકોને જવાનું નહીં અને કામગીરી વગર શિક્ષકોની ફરજીયાત સ્કૂલે જવું પડતા સંક્રમણ ના ભયની ફરિયાદો ઉઠી હતી જેને લઇને ઉનાળુ વેકેશન જાહેર કરવાની પણ માંગ ઉઠી હતી.

ત્યારે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ફૂલો માટે ગઈકાલે ઉનાળુ વેકેશન જાહેર કરી દેવામાં આવેલ છે.સરકારે ગત વર્ષે 2020માં ફેબ્રુઆરી માં ઠરાવ કરીને સ્કૂલમાં નવું શૈક્ષણિક સત્ર સીબીએસસીની જેમ એપ્રિલથી શરૂ કરવાનું જાહેર કર્યું છે.

પરંતુ ગત વર્ષે કોરોના ના પગલે જૂન થી સત્ર શરૂ કરવું પડ્યું હતું ત્યારે આ વર્ષે પણ આ ઠરાવ નો અમલ નહીં થતાં જૂન થી જ સત્ર શરૂ થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્ય સરકારે ઉનાળા વેકેશન ને લઈને કરી મોટી જાહેરાત, જાણો વિદ્યાર્થીઓ માટે કેટલા દિવસની રજા ?"

Leave a comment

Your email address will not be published.


*