પૌત્ર પોતાની દાદીનો જીવ લઇ લીધો, જાણો દાદીમાં એવું તો શું કરતા હશે કે પૌત્ર આ પગલું ભર્યું…

હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પૌત્રએ પોતાની દાદીનો જીવ લઈ લીધો છે. આ ઘટના બનતા જ જ્યારે બાજુ અફરાતફરી મચી ગઇ હતી. આ ચોંકાવનારી ઘટના મહારાષ્ટ્રના સોલાપુરમાં બની હતી. મળતી માહિતી અનુસાર દાદી લગ્નમાં અડચણરૂપ ઊભી થતી હતી.

આ કારણોસર પૌત્રએ પોતાની દાદીનો જીવ લઈ લીધો છે. મળતી માહિતી અનુસાર પૌત્રની ઈચ્છા લગ્ન કરવાની હતી પરંતુ દાદીમાં પૌત્રને જોવા આવતી યુવતીઓને જોઈને રીજેકટ કરી દેતી હતી. આ ઘટના સોલાપુરના જોડભવી પેઢાના આદર્શનગર સોસાયટીમાં બની હતી.

આ ઘટના બનતા જ આજુબાજુમાં રહેતા લોકો ચોંકી ગયા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ 25 વર્ષે આરોપી પૌત્રની ધરપકડ કરવામાં આવી હતી. સોમવારના રોજ આ ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર પોલીસની કડક પૂછપરછ દરમિયાન આરોપી એ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.

મળતી માહિતી અનુસાર વૃદ્ધ મહિલાએ પોતાના પૌત્ર સલીમને લગ્ન માટે કર્ણાટકથી ઘરે બોલાવ્યો હતો. દાદીમાના કહેવા મુજબ સલીમે કેટલીક છોકરીઓ જોઈ જેમાંથી કેટલીક છોકરીઓ પસંદ પણ આવી હતી. પરંતુ સલીમના લગ્નની વાત આગળ વધે તે પહેલા તો દાદીમાં છોકરીને રિજેક્ટ કરી દેતા હતા.

સલીમને લાગી રહ્યું હતું કે દાદીમાને તેને પરેશાન કરવા માટે કર્ણાટકથી અહીંયા બોલાવ્યો છે. આ કારણોસર રોષે ભરાઇને સોમવારના રોજ સલીમે પોતાને દાદી સાથે માથાકૂટ કરી હતી. માથાકૂટ એટલી વધી ગઈ કે સલીમે પોતાની દાદી પર પ્રહાર કર્યા હતા. દાદીની સલીમ એટલી ધુલાઈ કરી કે દાદીનું કરૂણ મૃત્યુ થયું.

જ્યારે સલીમ પોતાના દાદી પર પ્રહાર કરી રહ્યો હતો ત્યારે તે બોલી રહ્યો હતો કે, તમે મારા લગ્નની વ્યવસ્થા કેમ નથી કરતા? તમે મને કર્ણાટકથી અહીં કેમ બોલાવ્યો છે. આ સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આરોપી સલીમની ધરપકડ કરી હતી અને સમગ્ર ઘટનાને લઈને હાલમાં આગળની કાર્યવાહી ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*