કાર લઈને ગામે જઇ રહેલા વ્યક્તિની કાર રસ્તામાં ટ્રોલી સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, કાર ચાલકનું કરૂણ મૃત્યુ…

Published on: 10:34 am, Wed, 18 May 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર બિકાનેરના દેશનોક પાસે કાર અને ટ્રોલી વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર બાબુસિંહ રાજપુરોહિતનો કરુણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર બાબુસિંહ પોતાના ઓળખીતાને મળ્યા બાદ કાર લઈને પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડયો હતો.

આ બાબુસિંહ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ કારણોસર તેમનું કરૂણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બપોરના સમયે બની હતી. જ્યારે બાબુસિંહ કારમાં જઈ રહ્યા હતા. ત્યારે સામેથી આવતી ટ્રોલી સાથે કાર અથડાઈ હતી. આ અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

તેઓ ઈજાગ્રસ્ત થયેલા બાબુસિંહને કારમાંથી બહાર કાઢીને હોસ્પિટલ લઇ ગયા હતા. પરંતુ ત્યાં સુધીમાં તો તેમનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે ટ્રોલી કબજે લઇને સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બાબુસિંહના મૃતદેહને બિકાનેરની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવશે. આ ઘટનાની જાણ થતાં પરિવાર અને ગામના લોકોમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટ્રોલી ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કાર લઈને ગામે જઇ રહેલા વ્યક્તિની કાર રસ્તામાં ટ્રોલી સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, કાર ચાલકનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*