2021-22 ના બજેટમાં સરકાર ખેડૂતો માટે લઈ શકે છે આ મહત્વપૂર્ણ નિર્ણય.

253

1 ફેબ્રુઆરીએ રજૂ થવા જઈ રહેલા 2021-22 ના બજેટમાં સરકારના કૃષિ દેવાનું લક્ષ્ય આશરે 19 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચે તેવી સંભાવના છે. સરકાર ખેડૂતોની આવક બમણી કરવા પગલાં લઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે.

કૃષિ દેવાનું લક્ષ્યાંક 15 લાખ કરોડ નક્કી કર્યું છે.સૂત્રોએ જણાવ્યું કે, સરકાર દર વર્ષ માટે કૃષિ ક્ષેત્ર માટેની દેવાના લક્ષ્યાંક વધારો કરી રહી છે અને આ વખતે પણ લક્ષ્યાંક 2021-22 સુધીમાં વધારીને 19 લાખ કરોડ રૂપિયા થવાની શક્યતા છે.

નાણા મંત્રી નિર્મલા સીતારમન 2020-21 ના બજેટની જાહેરાત કરતા જણાવ્યું કે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ અને સહકારી મંડળ કૃષિ ધિરાણ ની જગ્યામાં સક્રિય છે.નાબાર્ડ રિફાઇનાનાસ યોજનાનો વધુ વિસ્તારમાં કરવામાં આવશે.

વર્ષ 2020-21 માટે કૃષિ દેવાનું લક્ષ્યાંક 15 લાખ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.આજ રીતે 2016-17 ના નાણાકીય વર્ષમાં 10 લાખ 6.6 કરોડ ના પાક દેવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જે નવ લાખ કરોડના કૃષિ દેવાના લશ્યાંક કરતાં પણ વધારે હતું.સરકાર બે ટકા વ્યાજ પર સબસિડી આપી રહી છે.જેથી ખેડૂતોને દર વર્ષે 7 ટકા અસરકારક દરે 3 લાખ રૂપિયા સુધીના ટૂંકા ગાળાની લોન મળી શકે છે.

ખેડૂતોને નક્કી કરાયેલી તારીખની અંદર જ દેવાની ઝડપી ચુકવણી માટે 3 ટકાનું વધારાનું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે જેનાથી અસરકારક વ્યાજ દર 4 ટકા થઈ ગયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!