દેશના આ લોકોને રાહત આપવા દિવાળી પહેલા સરકાર કરી શકે છે આ સ્કીમની જાહેરાત

કોરોનાવાયરસ ના કારણે ભારતીય અર્થતંત્ર પર ખૂબ જ ખરાબ અસર પડી છે.સરકાર તંત્ર ને ફરી પાટે ચડાવવા સતત પ્રયત્ન કરી રહ્યું છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે તાજેતરમાં કહ્યું કે સરકાર દેશની આર્થિક સ્થિતિને સુધારવા માટે દરેક જરૂરી પગલાં લઈ રહી છે. આ સાથે એવા પણ સંકેત આપ્યા કે જલદી પ્રાઇવેટ સેક્ટર કર્મચારીઓ માટે પણ લાભ અંગે સ્પષ્ટતા કરવામાં આવશે.માહિતી મુજબ તાજેતરમાં જાણવા મળ્યું કે સરકારનો ઇરાદો ગરીબ અને વંચિત વર્ગને જરૂરી મદદ પહોંચાડવાનો છે.

આ પેકેજની જાહેરાત હાલ ભલે સરકારી કર્મચારીઓ માટે કરવામાં આવી હોય, પરંતુ આ ખર્ચે વસ્તુઓ પર થવાનો છે જેનો લાભ સીધા નાના વેપારીઓને મળશે. આ સિવાય, પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓ માટે LTA લાભ આપવાને લઇને તેમને કહ્યું કે જલ્દી એવા કર્મચારીઓ અંગે સ્પષ્ટીકરણ કરવામાં આવશે. જેમને નવી ટેકસ સિસ્ટમ અપનાવી છે. જેમને પહેલાથી જ LTA નો લાભ લીધો છે.

આવનારા અઠવાડિયામાં આ અંગે સ્પષ્ટીકરણ કરવામાં આવી શકે છે.એક ખાનગી અંગ્રેજી અખબારને આપેલા એક ઈન્ટરવ્યૂમાં અનુરાગ ઠાકુરે કહ્યું કે કોરોના કાળમાં ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં 8 મહિલાઓ માટે 80 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવ્યું છે.

આ સિવાય ગરીબ વર્ગના બેંક એકાઉન્ટમાં 68000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.આ સિવાય નાના અને મધ્યમ વેપારીઓ માટે ઘણા જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*