ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા સરકારને કિસાન સંઘની અંતિમ ચેતવણી, જો આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો…

337

ગુજરાત રાજ્યમાં એક તરફ ખાલી પડેલી આઠ બેઠકોની પેટા ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ આ બેઠકો જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. બીજી તરફ પ્રાદેશિક સરકાર સામે પેટા ચૂંટણી પહેલા જ પક્ષની સંસ્થા દ્વારા અતિવૃષ્ટિ નુકસાનના વળતર તેમજ એરંડા ના ટેકા ના ભાવ ની માંગ સાથે અંતિમ ચેતવણી આપવામાં આવી છે. ભાજપ કોંગ્રેસ દ્વારા પેટા ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. બંને પક્ષ દ્વારા વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે.

પેટા ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્ય સરકારને પોતાના જ પક્ષની સંસ્થા કિસાન સંઘનું અલ્ટીમેટમ મળ્યું છે. જેમાં અતિવૃષ્ટિ નુકશાન નુ વળતર તેમજ એરંડા ના ટેકા ના ભાવ ની માંગ કરી છે.કિસાન સંઘ દ્વારા એરડા ના ટેકાના ભાવ જાહેર કરવા સહિતની માંગ કરવામાં આવી છે.

ભાજપની જ ભગીની સંસ્થા કિસાન સંઘ દ્વારા રાજ્ય સરકારને દશેરા સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. કૃષિ યુનિવર્સિટીઓ અને ખાનગી હસ્તગત કરવાની ઈચ્છા નો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

જો આ પ્રશ્નનું નિરાકરણ નહીં કરવામાં આવે તો રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!