રાજ્યમાં કોરોનાવાયરસ થી મહામારીનો હાલમાં યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે કોરોના કાળ દરમિયાન રાજ્યમાં શાળાઓ શરૂ કરવાને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે.આજ રોજ સોમવારના રોજ રાજ્યના શિક્ષણ અને આરોગ્ય વિભાગ વચ્ચે યોજાયેલી બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા અનલૉક 6 ની માર્ગદર્શિકા આવ્યા બાદ નિર્ણય લેવા અંગેની રજૂઆત કરવામાં આવી છે. રાજ્યમાં કોરોના કાળ દરમિયાન શાળાઓ શરૂ કરવાને લઈને મહત્વના સમાચાર કહી શકાય.
સરકાર દ્વારા અનલૉક 6 ની માર્ગદર્શિકા આવ્યા બાદ તે અંગે વિચારણા કરશે.આજ રોજ ગાંધીનગર ખાતે રાજ્યના શિક્ષણ અને આરોગ્ય વિભાગ વચ્ચે બેઠક થઇ હતી.શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ની હાજરીમાં બેઠક યોજવામાં આવી હતી.જેમાં શાળાઓ ખોલવામા બાબતે આરોગ્ય વિભાગ નો અભિપ્રાય લેવામાં આવ્યો હતો.
જોકે સંચાલક મંડળ દિવાળી પછી શાળા ખોલવાની તૈયારી બતાવી હતી.ઉલ્લેખનીય છે કે આજરોજ સવારે રાજ્યના શિક્ષણ મંત્રી ચુડાસમા સાહેબ દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું કે શાળાઓ બંધ થયાને છ મહિના થયા છે.
ત્યારે ક્યારેક તો શાળા શરૂ કરવી પડશે.સરકાર એકલા હાથે નિર્ણય લઈ શકે તેમ નથી જેથી તમામ લોકો સાથે વાર્તાલાપ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!