સુરતના વરાછા વિસ્તારમાં રાશન કાર્ડ પર આપવામાં આવતું સરકારી અનાજ સગેવગે કરીને સરકારી ગોડાઉનમાંથી ખાનગી જગ્યા માં રાખવાનું તોફાન આમ આદમી પાર્ટી દ્વારા ઝડપી લેવામાં આવ્યું. આમ આદમી પાર્ટીના આગેવાન યોગેશ જાદવાણી એ જણાવ્યું હતું કે મારા પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયા અને અન્ય કાર્યકર્તાઓને માહિતી મળી હતી કે વરાછાના એ.કે.રોડ પર પ્રમુખસ્વામી બ્રિજ નીચે પટેલ નગર ખાતે મકાનમાં સરકારી અનાજ સંતાડ્યું હતું.
સરકારી અનાજ ને ખાનગી જગ્યા પર મુકાયું હતું.આ માહિતીના આધારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સ્વયં પોતે તપાસ કરવા નીકળ્યા હતા. બદમાશોએ તાળું મારીને ભાગી ગયા હતા. સ્થળ પરથી જ પોલીસ અધિકારીઓને વારંવાર ફોન કરવામાં આવ્યા હતા. બે વાગ્યે જાણ કરી હોવા છતાં પાંચ કલાક સુધી પોલીસ કે પુરવઠા વિભાગ માંથી સ્થળ પર કોઈ આવ્યું ન હતું.
આ સમય દરમિયાન અધિકારીઓ અને તંત્ર એકબીજાને ખો આપતા રહ્યા હતા.કેટલાય ફોન કર્યા બાદ મોડી સાંજે કતારગામ મામલતદાર પાર્થ ગોસ્વામી સ્થળ પર આવ્યા હતા. સરકારી ઘઉંની 182 ગુણો અને ચોખાની 15 ગુણો મળી આવી હતી. એકાદ લાખ રૂપિયાથી પણ વધું નું અનાજ ત્યાં મળી આવ્યું હતું.
ખાનગી ગોડાઉનમાંથી એટલું અનાજ મળવા છતાં મામલતદાર સાહેબે ખબર નથી નો જવાબ આપ્યો હતો. કૌભાંડ પકડવાના 36 કલાક થઇ ગયા હોવા છતાં હજી પુરવઠા વિભાગે ગુનો દાખલ કર્યો નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment