રાજ્યના શિક્ષણ વિભાગે રજા, આ કોર્સ અને વેકેશન ને લઈને પ્લાન તૈયાર કરી દીધો છે. મળતી માહિતી મુજબ ગુજરાત શિક્ષણ બોર્ડ સાથે જોડાયેલી ધોરણ 9 થી 12 ની સ્કૂલોમાં 30 ટકા સુધીના કોર્સ માં કાપ મુકાઈ શકે છે.
આવતા ધોરણ ના પ્રકરણ સાથે જોડાયેલો નહીં હોય તેવા 30 ટકા કોર્સ ને કાપવામાં આવશે. કાપ મુકાયેલા કોર્સને શિક્ષકો દ્વારા ભરવામાં આવશે, પરંતુ પરીક્ષામાં આ કપાયેલા કોર્સ માંથી એક પણ પ્રશ્ન પુછાશે નહિ.
માત્ર વિદ્યાર્થીઓને જ્ઞાન મળે તે હેતુથી શિક્ષકોને પાઠ ભણાવવાનું રહેશે.આ સાથે શૈક્ષણિક દિવસો ની ભરપાઈ કરવા માટે રજાઓ અને વેકેશનના દિવસોમાં ઘટાડો પણ થઈ શકે છે. શાળાઓ ચાલુ થયા બાદ સોમવારથી શનિવાર દરમિયાન ટાઈમ એક સરખો જ રહેશે.
મળતી માહિતી મુજબ બોર્ડના તમામ અધિકારીઓ શિક્ષણ મંત્રી ને મળતા 30 ટકા જેટલો કોર્સ ઘટે તેવી માંગણી કરવામાં આવી હતી. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સૂચના આપી હતી કે,જે પ્રકરણ ને પરીક્ષા માટે કાપ મૂકીએ છીએ તે પ્રકરણ શિક્ષકો દ્વારા ફરજિયાત ભણવામાં આવશે.
આવનારા ટૂંક સમયમાં મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આ અંગેની જાહેરાત થઈ શકે છે. દર વર્ષે બોર્ડની પરીક્ષા માર્ચ માં 15 દિવસ માટે યોજાય છે તે 2021 ની બોર્ડની પરીક્ષા માર્ચના અંતમાં અથવા એપ્રિલના શરૂઆતમાં યોજાઈ શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!