રાજ્યના ખેડૂતો માટે આવ્યા આનંદના સમાચાર, રાજ્યની આ માર્કેટયાર્ડમાં કપાસ સહિત આ પાકોના ભાવમાં થયો મોટો ઉછાળો

Published on: 4:07 pm, Tue, 29 September 20

ખેડૂતો માટે મહત્વના અને આનંદના સમાચાર એ છે કે રાજકોટના જસદણ માર્કેટ યાર્ડ માં કપાસ સહિત અનેક પાકના ભાવોમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, 28 સપ્ટેમ્બરના રોજ રાજકોટના જસદણ માર્કેટ યાર્ડ માં કપાસ નો મહત્તમ ભાવ ₹5050 જોવા મળ્યો હતો. એક બાજુ કોરોના મહામારી અને ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે.

ત્યારે રાજ્યની વિવિધ માર્કેટયાર્ડમાં પાકોના ભાવ માં વધારો થતાં ખેડૂતોમાં આનંદ છવાયેલો છે.કપાસના ભાવ ની વાત કરવામાં આવે તો રૂપિયા 3000 થી 5050 રહા હતા, મગફળી નો ભાવ જસદણ માર્કેટ યાર્ડ માં ₹4705 થી 5125 રહા હતા, ચોખાના ભાવ જસદણ માર્કેટ યાર્ડ માં ₹1320 થી 1450 રહા હતા.

ઘઉં ના ભાવ જસદણ માર્કેટ યાર્ડ માં ₹1700 થી 1900 રહા હતા, બાજરા નો ભાવ જસદણ માર્કેટ યાર્ડમાં ₹1360 થી 1385 રહા હતા.

જુવાર નો ભાવ જસદણ માર્કેટ યાર્ડ માં ₹3885 થી 4235 રહા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્યના ખેડૂતો માટે આવ્યા આનંદના સમાચાર, રાજ્યની આ માર્કેટયાર્ડમાં કપાસ સહિત આ પાકોના ભાવમાં થયો મોટો ઉછાળો"

Leave a comment

Your email address will not be published.


*