રાજ્યના ખેડૂતો માટે ભારે વરસાદને લઈને આવ્યા સારા સમાચાર,જાણો

282

ગુજરાત રાજ્યમાં આ વર્ષે મેઘરાજાએ પોતાની કહેર બતાવી છે. આ વર્ષે ગુજરાત રાજ્યમાં સરેરાશ કુલ 140 ટકા જેટલો વરસાદ વરસ્યો છે.ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને ભારે નુકસાન થયેલું છે. છેલ્લા 48 કલાકથી રાજ્યમાં ફરી વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યારે વેલમાર્ક લો પ્રેશર નબળું પડતા રાજ્યમાં ભારે વરસાદનું સંકટ ટળી ગયું છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા 48 કલાકથી વધારે સમય પડી રહેલા.

વરસાદથી હવે રાજ્યના લોકોને રાહત મળી શકે છે.જોકે હજુ એક દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળો પર વરસાદ વરસી શકે છે. જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થઈ શકે છે. ખેડૂત ની રોજીરોટી પાણી કરી ગઈ છે.

રાજ્યમાં આગામી 24 કલાક સુધી વરસાદની આગાહી આપવામાં આવી છે.જેમાં દ્વારકા, ભાવનગર,મોરબીમાં વરસાદ ની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

સુરત,વલસાડ,ભરૂચમાં પણ સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળશે. વરસાદનું પ્રમાણ ખૂબ જ વધ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!