આપણે એ વાતથી અજાણ નથી કે રશિયા અને યુક્રેન વચ્ચે ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે ને યુદ્ધમાં માત્ર 23 વર્ષનો હેમિલ અશ્વિન માંગુકિયાએ ગુમાવ્યો છે અને 25 દિવસ બાદ હેમિલ નો પાર્થિવ દેહ 16મી માર્ચે સુરત પહોંચ્યા હતા અને મૃત્યુના 26માં દિવસે રવિવારના દિવસે વહેલી સવારે
તેનો મૃતદેહ સુરતના ઉમરા પહોચ્યો હતો અને ભારે રુદન સાથે દીકરાને અંતિમ વિદાય આપવામાં આવી હતી અને તેના કરૂણ દ્રશ્યો સામે આવી રહ્યા છે.યુક્રેનમાં મિસાઈલ ના હુમલામાં સુરતના વેલંજા નજીક ઉમરા ગામના હેમીલ માંગુકિયા નો પાર્થિવદેહ 25 દિવસ બાદ 1
6મી માર્ચે દિલ્હી આવ્યો અને ત્યાંથી શનિવારે સુરત એરપોર્ટ પર પહોંચ્યો હતો ને બાદમાં તેને કોલ્ડ રૂમમાં મુકાયો હતો અને 17મી તારીખે સવારે 8:00 કલાકે તેના ઘરેથી અંતિમયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.એજન્ટ મારફતે સિક્યુરિટી હેલ્પર રશિયા ગયેલા સુરતના 23
વર્ષે હેમીલ અશ્વિન માંગુકિયા નું 23 વર્ષની ઉંમરે મૃત્યુ નીપજ્યું છે જે તમામ વાલીઓ માટે ચેતવા જેવો કિસ્સો છે જેમને પોતાના દીકરાઓને પૈસા કમાવા વિદેશના દ્વારા કોઈ પણ પરિસ્થિતિમાં મોકલવા છે. વિદ્યાર્થીઓ ભણવા જાય પરંતુ પૈસા કમાવાની લાલચે કોઈ પણ રીતે એજન્ટોની વાતમાં ન આવું જોઈએ તે આ વાત પરથી સાબિત થાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment