સુરત આવતી કારનું આગળનું ટાયર ફાટતા સર્જાયો ગંભીર અકસ્માત, 10 વર્ષના દીકરાની નજર સામે માતાનું કરૂણ મૃત્યુ…

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી અકસ્માતના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે નવાપુર તાલુકાના સાવરટ ગામ પાસે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્ર થી સુરત આવી રહેલી કારનો આગળનો ટાયર ફાટતાં કાર પલટી ખાઈ ગઈ હતી.

આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર એક મહિલાનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું છે. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને અકસ્માતમાં નાની-મોટી ઇજા પહોંચી હતી. આ ઘટનામાં 10 વર્ષના દીકરાની નજર સામે માતાનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. અકસ્માતના પગલે આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા.

ઘટનાની જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર પલસાણાના હીરાલાલ લખનભાઈ પટેલ કાર લઈને મહારાષ્ટ્રના ચાલસી ગાવ તાલુકાના કુંજર ગામે સુરતથી લોકોને બેસાડીને ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયા હતા.

શનિવારના રોજ બપોરે તેઓ મહારાષ્ટ્રથી સુરત પરત ફરી રહ્યા હતા ત્યારે નવપુરા તાલુકા સાવરવટ ગામ નજીક કારનું આગળનું ટાયર અચાનક ફાટ્યું હતું. અચાનક ટાયર ફાટતા કાર બેકાબુ બની ગઈ હતી અને બે થી ત્રણ વખત પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં સુરતના દિપાલીબેન શામરાવ પવારના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

આ કારણોસર દિપાલીબેનનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજયું હતું. આ અકસ્માતની ઘટના બની ત્યારે દિપાલી બેનની સાથે તેમનો 10 વર્ષનો દીકરો રોહિત પણ હતો. આ ઘટનામાં રોહિતનો આબાદ બચાવ થયો છે. અકસ્માતની ઘટનામાં 10 વર્ષના રોહિતની નજર સામે માતાનું કરૂણ મૃત્યુ નિપજયુ હતુ.

આ દ્રશ્ય જોઈને ઘટનાસ્થળે હાજર લોકોની આંખમાં પણ આંસુ આવી ગયા હતા. ઉપરાંત અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા અન્ય ત્રણ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*