ટ્રેક્ટર લઈને ખેતરે જતા ખેડૂતને રસ્તામાં નળીઓ ગંભીર અકસ્માત, ટ્રેક્ટરની નીચે દબાઇ જવાના કારણે ખેડૂતનું કરૂણ મૃત્યુ…

Published on: 10:22 am, Sun, 29 May 22

પાટડી તાલુકાના સુરજપુરામાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. અહીં ટ્રેક્ટરની નીચે દબાઇ જવાના કારણે એક ખેડૂતનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજયું હતું. મળતી માહિતી અનુસાર ખેડૂતો જ્યારે ખેતરમાં જતા હતા. ત્યારે તલાવડીની ખાડમાં ટ્રેક્ટર પલટી ખાઈ જતા ખેડૂત ટ્રેકટરની નીચે દબાઈ ગયા હતા.

આ ઘટનામાં ખેડૂતના છાતીના ભાગે ગંભીર ઇજા પહોંચી હોવાના કારણે તેમનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઉપરાંત પાટડી પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને મૃત્યુ અંગેનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરજપુરા ગામના ખેડૂત આગેવાન રમેશભાઈ કાંતિભાઈ જાકાસણીયા રોજની જેમ ઘરેથી GJ 13 EE 4989 નંબરનું ટ્રેક્ટર લઈને પાટડી શડલા રોડ પર આવેલા પોતાના ખેતરમાં જઈ રહ્યા હતા. મળતી માહિતી અનુસાર રમેશભાઈ પુરપાટ ઝડપે ટ્રેક્ટર લઈને જઈ રહ્યા હતા.

ત્યારે તેઓ અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. આ કારણોસર ટ્રેક્ટર બેકાબુ બનીને મામાની તલાવડીની ખાડામાં પલટી ખાઈ ગયું હતું. આ ઘટનામાં રમેશભાઈ ટ્રેક્ટરની નીચે દબાઈ ગયા હતા અને તેમના છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

આ કારણોસર તેમનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બન્યા બાદ આજુબાજુના ખેતરમાંથી લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉપરાંત આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

ત્યારબાદ પોલીસે રમેશભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલમાં મોકલ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રમેશભાઈનું મૃત્યુ થતાં ગામના લોકો અને પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ટ્રેક્ટર લઈને ખેતરે જતા ખેડૂતને રસ્તામાં નળીઓ ગંભીર અકસ્માત, ટ્રેક્ટરની નીચે દબાઇ જવાના કારણે ખેડૂતનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*