હાલમાં વડોદરામાં એક પરિવારે અંગદાન કરીને માનવતાની મહેક ઊભી કરી છે. મળતી માહિતી અનુસાર 4મે ના રોજ વડોદરામાં રહેતા 33 વર્ષીય સચિન બ્રહ્મભટ્ટ નામના વ્યક્તિને ડભોઇ વેગા ચોકડી નજીક અકસ્માત નડયો હતો. આ અકસ્માતની ઘટનામાં તેમના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
તેથી તેમને સારવાર માટે સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર ન્યૂરોસર્જન, ક્રિટિકલ કેર સ્પેશ્યાલિસ્ટ દ્વારા સારવાર કરવા છતાં પણ બુધવારે સચિન બ્રહ્મભટ્ટનું કરૂણ મૃત્યુ થયું હતું. સચિનને બ્રહ્મભટ્ટ ના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
સચિનનું મૃત્યુ થયા બાદ સચિનની પત્ની અને પરિવારજનોને અંગદાન અંગે સમજાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ પરિવારજનો અને સચિનની પત્ની અંગદાન માટે તૈયાર થયા હતા. જેથી ગઈકાલે સચિનના ફેફસા, લીવર, બંને કિડની તેમજ આંખનું દાન કરવામાં આવ્યું હતું. સચિનના ફેફસા હવાઈમાર્ગે ચેન્નઈ લઈ જવામાં આવ્યા હતા.
આ ઉપરાંત બંને કિડની અને લિવર અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સચિનના અંગદાનના કારણે પાંચ લોકોને નવું જીવનદાન મળશે. મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ત્રણ વ્યક્તિઓના અંગ દાન કરવામાં આવ્યા છે. આ ત્રણેય વ્યક્તિઓ બારોટ સમાજના છે.
અંગદાન કરીને પરિવારજનોએ એક માનવતાની મહેક ઊભી કરી છે. સચિનના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો છે. પરંતુ સચિનના અંગદાનની ચર્ચા ચારે બાજુ ચાલી રહે છે. લોકો સચિનના પરિવારને આશ્વાસન આપી રહ્યા છે. સચિનના પરિવારજનોએ અંગદાન કરીને પાંચ લોકોની નવું જીવનદાન આપ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment