પોલીસ SI ના દીકરાએ રાત્રે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું, બહેને ભાઈનું મૃતદેહ લટકતી હાલતમાં જોયું – જાણો સમગ્ર ઘટના

Published on: 12:53 pm, Fri, 13 May 22

સોમવારના રોજ બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઈન્દોરમાં ભોપાલના પોસ્ટેડ SIના દીકરાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકનું નામ રોહિત હતું. રોહિતે સોમવારના રોજ રાત્રે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

રોહિતની બહેને રોહિત મૃતદેહ લટકતી હાલતમાં હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ પરિવારજનો અને પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા રોહિત ચૌધરીના લગ્ન એક વર્ષ પહેલા થયા હતા.

રોહિતની પત્ની પૂનમ ગ્રેજ્યુએટ છે. પૂનમ આગળ ભણવા માગતી હતી પરંતુ રોહિતના પરિવારના લોકો આ વાતથી સહમત ન હતા. આ વાતને લઈને રોહિત અને પૂનમ વચ્ચે માથાકૂટ થતી હતી. જેના કારણે પૂનમ પોતાના મામાના ઘરે ચાલી ગઇ હતી. મળતી માહિતી અનુસાર રોહિતે સોમવારના રોજ સાંજે પોતાની બહેનને ફોન કર્યો હતો.

અને પાવભાજી લાવવાની વાત કરી હતી. રાત્રિના સમયે ઘરમાં વીજળી જતી રહી હતી. રોહિત પોતાના રૂમમાં ચાલ્યો ગયો હતો. લગભગ 11 વાગ્યાની આસપાસ રોહિતની બહેનને રોહિતને ફોન કર્યો હતો. પરંતુ રોહિતે ફોન પર જવાબ આપ્યો નહીં. ત્યારબાદ બહેન ઉપરની રૂમમાં ગઈ અને રૂમનો દરવાજો ખખડાવ્યો હતો.

પરંતુ રોહિતે દરવાજો ખોલ્યો નહીં. ત્યારબાદ બહેને બારીમાંથી જોયું ત્યારે રોહિત મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. આ ઘટના બન્યા બાદ બહેને પરિવારજનો અને પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. રોહિતે કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

રોહિતે પોલીસમાં ભરતી થવા માટેની તૈયારી કરી લીધી હતી. આ ઉપરાંત તે એક કંપનીમાં નોકરી પણ કરતો હતો. રોહિતે લગભગ છ મહિના પહેલાં પોતાની નોકરી છોડી દીધી હતી અને પોતાનો બિઝનેસ કરવાનું વિચાર્યું હતું. રોહિતના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પોલીસ SI ના દીકરાએ રાત્રે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું, બહેને ભાઈનું મૃતદેહ લટકતી હાલતમાં જોયું – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*