પુરપાટ ઝડપે જતી એક સ્કોર્પિયો કાર 2 લોકોને લગાવી જબરદસ્ત ટક્કર, બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત – જુઓ અકસ્માતનો CCTV ફૂટેજ

Published on: 12:03 pm, Fri, 13 May 22

હાલમાં બનેલી એક રુવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં પુરપાટ ઝડપે આવતી એક સ્કોર્પિયો કારે બે યુવકોને અડફેટેમાં લીધા છે. અકસ્માતની ઘટના બન્યા બાદ બંને યુવકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક યુવકની સારવાર કરીને ડોક્ટરે તેને રજા આપી દીધી છે.

ત્યારે બીજા યુવકની હાલત ગંભીર હોવાના કારણે તેની સારવાર ચાલી રહી છે. આ અકસ્માતની ઘટના સુરતગઢના ગંગાનગરમાં બની હતી. અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બની ત્યારબાદ સ્કોર્પિયો કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

પરંતુ પોલીસે તેનો પીછો કર્યો હતો અને તેને ઝડપી પાડ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે તેની પાસે વિગત લઈને તેને છોડી દીધો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના ગુરૂવારના રોજ સવારે NH-62 સુરતગઢ-બિકાનેર નેશનલ હાઈવે પર બની હતી.

હાઈવે રોડ પર પુરપાટ ઝડપે જતી સ્કોર્પિયો કારે 2 યુવકોને અડફેટમાં લીધા હતા. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસે પીછો કરીને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.

સ્કોર્પિયો કાર કબજે લેવામાં આવી હતી. કારચાલક બેદરકારીથી ડ્રાઈવિંગ કરતો હતો. મળતી માહિતી અનુસાર કારમાં સવાર લોકો જોધપુર લગ્નમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. અકસ્માતની ઘટના બની ત્યારે લગભગ કારમાં ચાર લોકો સવાર હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પુરપાટ ઝડપે જતી એક સ્કોર્પિયો કાર 2 લોકોને લગાવી જબરદસ્ત ટક્કર, બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત – જુઓ અકસ્માતનો CCTV ફૂટેજ"

Leave a comment

Your email address will not be published.


*