ગુજરાતના મસીહા કહેવાતા ખજૂર ભાઈને તો તમે ઓળખતા જશો. આજે તેઓએ સૌ કોઈના દિલમાં પોતાનું અનોખું સ્થાન બનાવી દીધું છે. ખજૂર ભાઈ આજે સૌ કોઈ જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને માનવતાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે અને હાલ તો તેઓ ગુજરાતમાં સોનુ સુદ તરીકે જાણીતા થયા છે.
ત્યારે ફરી એકવાર એક નવો કિસ્સો સામે આવ્યો છે. ગત વર્ષે આપણે સૌ જાણીએ છીએ કે આવેલા વાવાઝોડા દરમિયાન કેટલાય લોકો બેઘર બન્યા હતા ત્યારે એ તમામ લોકોને નવા ઘર બનાવી આપીને તેમણે 200 ઘર બનાવવાનો ટાર્ગેટ પણ પૂરો કર્યો હતો. તેમ છતાં હજુ પણ તેઓ જરૂરિયાત મંદ લોકોની મદદ કરી રહ્યા છે.
હાલ તો ખજૂર ભાઈ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાદરી ગામે રહેતા એ જયશ્રીબેન ગોદરેજિયા નામના મહિલાની મદદ માટે દોડી ગયા છે. એ મહિલા જયશ્રીબેન વિશે વાત કરીશ તો જયશ્રીબેનના પતિ અને દીકરો બંને માનસિક રીતે બીમાર છે તેમને બે બાળકો છે. જેમાં તેમના પતિથી કંઈ પણ કામ કરી શકતા ન હોવાથી જયશ્રીબેન પોતે અને તેની દીકરી બંને મજૂરી કરીને ગુજરાન ચલાવી રહ્યા છે.
આજે આખું પરિવાર જયશ્રીબેન પર નિર્ભર છે ત્યારે જયશ્રીબેન રાત-દિવસ એક કરીને કાળી મજૂરી કરી ગુજરાન ચલાવી રહ્યા છે. આ જયશ્રીબેન ઘર વાવાઝોડા દરમિયાન પડી ગયું હતું. એવામાં ખજૂર ભાઈ ને જયશ્રીબેનની સ્થિતિ વિશે સાથે જ તેઓ તેમની મદદે દોડી આવ્યા અને જયશ્રી બેન ને નવું ઘર બનાવી આપવાનું નક્કી કર્યું.
વરસાદમાં આ પરિવારના લોકોને ખૂબ જ તકલીફ પડતી હતી.જ્યારે ખજૂર ભાઈએ જયશ્રીબેનના ઘરની આર્થિક પરિસ્થિતિ વિશે સાંભળ્યું. ત્યારબાદ તેમણે નવું ઘર બનાવી આપવાનું નક્કી કર્યું અને સાથે ઘરમાં બધી જ જીવન જરૂરિયાત વસ્તુઓ પણ આપી એક નાનકડી સેવા કરી છે.
નીતિન જાની ઉર્ફે ખજૂર ભાઈ આજે સૌ કોઈ ના મુખે ચર્ચાઈ રહ્યા છે તેનું એકમાત્ર કારણ છે તેઓની મદદ કરવાની ભાવના! આજે ખજૂરભાઈ કોઈના દિલમાં પોતાનું નામ બનાવી દીધું છે, ત્યારે આજ સુધી ઘણા લોકોને આશરો પણ આપ્યો છે. સાથે આજે જયશ્રી બેનની પણ મદદ કરીને સમાજમાં એક નવો દાખલો બેસાડયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment