આપણા દેશનો પહેલો આવો કિસ્સો..! મહિલા માંથી પુરુષ બનેલો વ્યક્તિ બન્યો ગર્ભવતી… હવે આવતા મહિનામાં બાળકને જન્મ…જુઓ તસવીરો…

Published on: 3:30 pm, Sat, 4 February 23

મિત્રો દરેક દંપતીની ઈચ્છા હોય છે કે તેઓ લગ્ન બાદ માતા-પિતા બને. અત્યાર સુધીમાં આપણે જોયું હશે કે લગ્ન બાદ મહિલા ગર્ભવતી બને છે અને બાળકને જન્મ આપે છે. પરંતુ આજે આપણે માતા-પિતા બનવા જઈ રહેલા ટ્રાન્સજેન્ડર કપલ વિશે વાત કરવાના છીએ. જેમની કેટલીક તસવીરો પણ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ દંપતીએ એલાન કર્યું છે કે આવતા મહિનામાં એટલે કે માર્ચ મહિનામાં એક બાળકને જન્મ આપશે.

આપણા દેશમાં આ પહેલો કિસ્સો બનશે જ્યાં પુરુષ માંથી મહિલા બનેલો વ્યક્તિ એક બાળકને જન્મ આપશે. મિત્રો તમને જણાવી દઈએ કે છેલ્લા ત્રણ વર્ષથી સાથે રહેલા જહાદ અને જિયા પાવેલે આ ગુડ ન્યુઝ ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને આપી હતી. મિત્રો તમને જણાવી દઈએ કે જિયા પાવલ એક ડાન્સર છે.

તેને જન્મ એક પુરુષ તરીકે લીધો હતો પછી તે એક મહિલામાં બદલાઈ ગયો છે. જ્યારે જહાદનો જન્મ એક મહિલા તરીકે થયો હતો પછી તે પુરુષ બની ગઈ હતી. મિત્રો તમને જણાવી દઈએ કે જહાદે ગર્ભવતી બનવા માટે પોતાના ટ્રાજિશનિંગ પ્રોગ્રેસ બંધ કરી દીધા છે. જહાદના ગર્ભમાં આઠ મહિનાનો ભ્રુણ છે. જીયાએ વાત કરતા જણાવ્યું કે, જ્યારે અમે સાથે રહેવાનું શરૂ કર્યું, ત્યારે અમે વિચાર્યું હતું કે અમારા જીવન અન્ય ટ્રાન્સજેન્ડરો થી અલગ હોવું જોઈએ.

મોટેભાગના ટ્રાન્સજેન્ડર કપલનો સમાજ અને પરિવારના લોકો બહિષ્કાર કરતા હોય છે. અમે એક બાળક ઈચ્છતા હતા જેથી અમારી દુનિયા સંપૂર્ણ પૂરી થાય. જ્યારે અમે બાળકનો નિર્ણય લીધો ત્યારે જહાદની બ્રેસ્ટ સર્જરી પ્રક્રિયા ચાલુ હતી. જેને અમે ગર્ભાવસ્થા માટે રોકી દીધી હતી.

સ્થાનિક મડિયાના રિપોર્ટ અનુસાર આ કપાલે પહેલા એક બાળકને દતક લેવાનો નિર્ણય કર્યો હતો. તેની પ્રક્રિયા અંગે પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે કાયદાકીય કાર્યવાહી તેમના માટે થોડી પડકાર જનક હતી. કારણ કે તેઓ એક ટ્રાન્સજેન્ડર કપલ છે. મિત્રો તમને જણાવી દઈએ કે જહાદ બાળકને જન્મ આપશે પછી પોતાની પુરુષ બનવાની પ્રોસેસ ફરીથી સ્ટાર્ટ કરશે.

 

View this post on Instagram

 

A post shared by Ziya Paval (@paval19)

ઈન્સ્ટાગ્રામમાં જ્યારે ટ્રાન્સજેન્ડર કપલે પોસ્ટ મૂકી અત્યારે હજારો લાઈક અને કોમેન્ટ તેમને મળી હતી. કોમેન્ટ્સમાં હજારો લોકોએ તેમને શુભકામના પાઠવી છે. ઘણા લોકો ખૂબ જ સારી સારી કોમેન્ટ કરી રહ્યા છે અને ઘણા લોકો આ વાતનો વિરોધ પણ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આપણા દેશનો પહેલો આવો કિસ્સો..! મહિલા માંથી પુરુષ બનેલો વ્યક્તિ બન્યો ગર્ભવતી… હવે આવતા મહિનામાં બાળકને જન્મ…જુઓ તસવીરો…"

Leave a comment

Your email address will not be published.


*