પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ નો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન અને અનેરો છે. ભગવાન શ્રી કૃષ્ણના સમયમાં પણ સોમનાથ મંદિર હતું અને કહેવાય છે કે શ્યરોગ માંથી મુક્તિ મેળવવા ચંદ્રદેવતાએ ભગવાન ભોળાનાથ ની આરાધના કરી હતી. ભોળાનાથની પ્રતિષ્ઠા કરી હતી તેમ શાસ્ત્રમાં કહેવામાં આવે છે
અને આપને જણાવી દઈએ સોમનાથ મંદિર પર અનેક લોકોએ હુમલા કરી નુકસાન પહોંચાડ્યું છે ત્યારબાદ 1951માં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદના વરદ હસ્તે વર્તમાન સોમનાથ મંદિરની પ્રાંત પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.સમગ્ર શ્રાવણ માસ અને મહાશિવરાત્રીના દિવસે વિશેષ પ્રમાણમાં શિવ ભક્તોની હાજરી સોમનાથ મંદિર પરિસર ને ધાર્મિકતાથી ભરી આપે છે
અને શાસ્ત્રમાં ઉલ્લેખ પ્રમાણે હજારો વર્ષ પહેલા ચંદ્રએ પોતાના મળેલા શ્રાપ માંથી મુક્તિ મેળવવા માટે તપસ્યા કરી સોમનાથ મહાદેવ પ્રસન્ન કરી શ્રાપ માંથી મુક્તિ મેળવી હતી અને ચંદ્ર નું બીજું નામ સોમ અને સોમ ના નાથ એટલે સોમનાથ મહાદેવ. ચંદ્રએ બ્રહ્માજી ની હાજરીમાં મહાદેવની સ્થાપના કરી હતી.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર શિવની અનન્ય આસ્થાનુ કેન્દ્ર પણ બની રહે છે. વર્ષ દરમિયાન મંદિરે લાખોની સંખ્યામાં શિવ ભક્તો મહાદેવના દર્શન કરવા માટે સાત સમંદર પારથી પણ પહોંચે છે. શ્રાવણ મહિનામાં 30 દિવસ સુધી સતત મહાદેવના શૃંગાર દર્શનની સાથે આરતીનો
ઔલોકિક નજારો અને શિવની અનુભૂતિ માટે પણ શિવ ભક્તો ખાસ સોમનાથ આવે છે. એકમાત્ર સોમનાથ મંદિરમાં જ શ્રાવણ મહિના દરમિયાન પ્રત્યેક સોમવારે મહાદેવની પાલખી યાત્રા પણ કાઢવામાં આવે છે. જેના દર્શન કરવા પ્રત્યેક શિવ ભક્તો માટે ખૂબ જ મહત્વના બને છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment